કોરોના ઈફેક્ટ: 11 માર્ચથી સંસદમાં વિઝિટર્સના પ્રવેશ પર પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 18:11:57
  • Views : 504
  • Modified Date : 2020-03-06 18:11:57

કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને હવે સંસદ ભવનમાં મુલાકાતીઓના પ્રવેશ અને ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી રહી છે. હોળીની રજાઓ બાદ જ્યારે 11 માર્ચથી સંસદ ફરીવાર શરૂ થશે ત્યારે બહારના લોકોનો પ્રવેશ પ્રતિબંધ રહેશે. જો કે વિશેષ કામ માટે જતા વિઝિટર્સ માટે સંસદ ભવન ત્રણ રંગના પાસ જાહેર કરશે, જે અમુક સ્થાન સુધી જ હશે.મળતી વિગતો અનુસાર આગામી સપ્તાહથી સંસદના બંન્ને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકોસભાના સભ્યો પોતાના મુલાકાતીઓ સાથે સંસદ પરિસરની અંદર મુલાકાત કરી શકશે નહી. હોળીની રજાઓ બાદ જ્યારે બુધવારે સંસદ ફરીવાર શરૂ થશે ત્યારે સાંસદ પોતાના વિઝિટર્સના સંસદ કેમ્પસમાં લઈ જઈ શકશે નહી.
આ મુદ્દે બંન્ને ગૃહોને નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે કે, વિઝિટર્સના આવવા જવા પર પ્રતિબંધ લાગૂ થવા જઈ રહ્યો છે. સંસદ દ્વારા આ નિર્ણય કોરોના વાઈરસ સામે સાંસદોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સુત્રો પ્રમાણે રિસેપ્શન પર સાંસદોને મળવા માટે આવનારાઓને એક કલાક સુધી જ રોકાવાની મંજુરી હશે અને પ્રતિબંધનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે.દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા જીવલેણ કોરોના વાઈરસથી બચવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર તમામ એડવાઈઝરીને ધ્યાનમાં રાખતા સંસદ ભવને આ પગલું સાંસદ અને જનતા વચ્ચે સંક્રમણ ફેલાવવાથી બચવા માટે ઉઠાવ્યું છે. સંસદ ભવનની અંદર હાજર તમામ રાજનીતિક કાર્યાલયોને લોકસભા અને રાજ્યસભા કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશ મુજબ, આ ઉપાયો અંતર્ગત હાથ અને શ્વસનની સ્વચ્છતા પણ અનિવાર્યપણે અપનાવવામાં આવવી જોઈએ. સંસદ ભવન પરિસર અંદર મોટી સંખ્યામાં એકઠાં થવાથી બચવું જોઈએ. સત્તાવાર અને સંચાલન કારણો માટે જરૂરી મુલાકાતીઓ સિવાય બાકી તમામ પર આ પાબંદી લાગૂ રહેશે.

Download Our B K News Today App



Related News