નવા ઘરની ખરીદી કરનારાઓને સરકારની ભેટ, વધારાના આટલા લાખનો થશે ફાયદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 18:00:12
  • Views : 691
  • Modified Date : 2019-09-14 18:00:12

સુસ્ત પડેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ધમધમતું કરવા માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ઘરની ખરીદી કરનારને 1.5 લાખ રૂપિયાથી વધારાની છૂટ આપવાનું એલાન કર્યું છે. જેના હેઠળ 45 લાખ સુધીનું ઘર ખરીદનાર વ્યક્તિને છૂટછાટ મળશે. જો કે, આ છૂટ બિલ્ડર તરફથી કે બેંક તરફથી મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખરીદીનારને મોદી સરકારની ભેટ1.5 લાખ રૂપિયાથી વધારાની મેળવી શકશે છૂટસુસ્ત પડેલા રિયલ એસ્ટેટને બેઠું કરવાનો પ્રયાસનાણાં મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, સરકાર સુસ્ત પડેલા રિયલ એસ્ટેટને બેઠું કરવા માટે પગલા લઇ રહી છે. જેના હેઠળ લોકો હવે હોમ લોન પર કુલ 3.5 લાખ રૂપિયાની છૂટ પ્રાપ્ત કરી શકશે. જો કે, તેનો ફાયદો માત્ર તે લોકોને જ મળશે જે 31 માર્ચ 2020 સુધીમાં ઘરની ખરીદી કરવાના છે. સરકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળશેખરીદવા માચે સરકારી કર્મચારીઓને સરકાર પ્રોત્સાહન આપશે, કારણ કે, લોકો રિયલ એસ્ટેટના સૌથી મોટા ગ્રાહક છે. સરકારી કર્મચારીઓ માટે વિશેષ યોજના લાવવામાં આવશે જેથી તે લોકો સરળતાથી ઘરની ખરીદી કરી શકેગામમાં બનશે 1.95 કરોડ ઘર આ સિવાય સરકાર ગામમાં 1.95 કરોડ ઘર 2022 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનાવીને આપશે. આ ઘરમાં શૌચાલય, વીજળી અને LPG કનેક્શન આપવામાં આવેલ છે. ઘર, કાર, અને હાઉસિંગ પ્રોડક્ટ ખરીદવા માટે લોન નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને મદદ કરવા માટે સરકાર પોતાના તરફથી મદદ કરશે. આ મદદથી લોકો ઓછા વ્યાજમાં ઘર, ગાડી અને હાઉસિંગ પ્રોડક્ટ ખરીદી શકશે. આ સિવાય નેશનલ હાઉસિંગ બોર્ડ દ્વારા હાઉસિંગ ફાઇનાન્સ કંરનીઓ 20 હજાર કરોડ રૂપિયાની વધારની મદદ કરશે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયન સ્કીમનો મળશે લાભનિર્મલા સીતારમણે જણાવ્યું કે નાના ડિફોલ્ટમાં હવે અપરાધિક કેસ ચાલશે નહીં. 25 લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી છે. એક્સપોર્ટ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ નવી સ્કીમ આરઓડીટીઈપીને લોન્ચ કરવામાં આવી છે. આ નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો ભાર વધશે.તો એક્સપોર્ટમાં ઈ રિફંડ જલ્દી લાગૂ થશેજીએસટી કાઉન્સિલની બેઠક પણ શક્યઆ સમયે 20 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની પણ બેઠક થવાની છે. જેમાં કારથી લઈને બિસ્કિટ સુધીના ઉત્પાદનો પર જીએસટીના ઘટાડાની શક્યતા છે. સાથે જ કાઉન્સિલ રાજસ્વની સ્થિતિને પણ ધ્યાનમાં રાખશે. જીએસટીના દરમાં ઘટાડો થશે અને તેની સીધી અસર રાજ્યોની આવક પર થશે. ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષની પહેલાં ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ નીચે ઉતર્યો અને તે 6 વર્ષના નીચેના સ્તરે 5 ટકા પર આવી ચૂક્યો છે. 

Download Our B K News Today App



Related News