લાખણી તાલુકામાં એક રાતમાં બે જગ્યાએ તસ્કરો ત્રાટકયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 17:42:49
  • Views : 554
  • Modified Date : 2020-03-04 17:42:49

લાખણી તાલુકામાં એક રાતમાં બે જગ્યાએ તસ્કરો ત્રાટકયા.જેમાં ગેળામાં હનુમાનજી મંદિર અને જવેલર્સની દુકાન અને લાલપુરમાં ગોગ મહારાજના મંદિરના તાળા તોડી ચોરીને અંજામ અપાયો હતો.

 બનાસકાંઠામાં ઘણી જગ્યાએ તસ્કરો મંદિરને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ત્યારે ગઇરાત્રે વધુ એક મંદિરને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે.જેમાં લાખણી તાલુકાના ગેળા અને લાલપુર ગામમાં મંદિરના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા ચકચાર મચી ગયો છે.

આમ લાખણી તાલુકાના ગેળા ગામે શ્રીફળ મંદિર તરીકે ઓળખાતા હનુમાનજીના મંદિરમાં મોડી રાત્રે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.જેમાં તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ અને દાગીના ઉઠાવી ગયા હતા અને બાજુમાં આવેલી જવેલર્સની દુકાનમાં તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે લાખણી તાલુકાના લાલપુર ગામમાં પણ ગોગ મહારાજના મંદિરનું તાળુ તોડી તસ્કરો દાન પેટીની રોકડ રકમ તેમજ દાગીનાની ઉઠાંતરી કરી ગયા બાદ સવાર પડતાં લોકોને ચોરીની જાણ થતા તેઓએ થરાદ પોલીસને આ અંગેની જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે આવી સી.સી.ટી.વીની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે. આમ તસ્કરો દ્વારા મંદિરને ટાર્ગેટ બનાવતા આસપાસના લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે. ત્યારે બેફામ બનેલા તસ્કરોને પોલીસ દ્વારા કાયદાકીય અને કડક કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આમ છેલ્લા થોડા દિવસ અગાઉ પણ શ્રીફળ મંદિર ગેળામાં દાન પેટીના તાળા તોડી ચોરીને અંજામ અપાયો હતો તે ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યારે બીજીવાર ચોરીને અંજામ અપાયો છે. 

Download Our B K News Today App



Related News