રોહતકની રેલીમાં કોંગ્રેસ વિશે મોદીએ કહ્યું- કેટલાક લોકો હારથી એટલા બેહાલ છે કે, તેમનું મગજ બહેર મારી ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-09 19:10:02
  • Views : 429
  • Modified Date : 2019-09-09 19:10:02

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં 2000 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે આ સંયોગ છે કે જ્યારે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે હું હરિયાણા આવ્યો છું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો. મોદીએ કહ્યું- 100 દિવસમાં અમુકો લોકોને કંઇ સમજાતુ નથી. અમુક લોકો ચૂંટણીમાં હારવાથી એટલા બેહાલ છે કે મન સુન્ન થઇ ગયું છે.

તેમણે કહ્યું- આ 100 દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે, દેશમાં મોટા પરિવર્તન થઇ રહ્યા છે. આ સો દિવસ નિર્ણય, નિષ્ઠા અને સારી નિયતના રહ્યા છે. મોદીએ કહ્યું કે આ વખતે સંસદ સત્રમાં જેટલા બિલ પાસ થયા , જેટલું કામ થયું તેટલું કામ સંસદના કોઇ સત્રમાં છેલ્લા છ દાયકામાં નથી થયું. ખેતીથી લઇને રાષ્ટ્ર સુરક્ષાથી જોડાયેલા મોટા નિર્ણય સરકાર કરી શકી છે. આતંકવાદથી છૂટકારો મેળવવા, મુસ્લિમ બહેનોના અધિકારોની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવ્યા.

મોદીએ કહ્યું કે ગત પાંચ વર્ષોમાં હરિયાણાને ભાજની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો પૂરો લાભ મળ્યો છે. વર્તમાનમાં હરિયાણામાં કેન્દ્ર સરકારની મદદથી લગભગ 25 હજાર કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ગત પાંચ વર્ષોમાં હરિયાણામાં પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. સરકારી નોકરીઓમાં ખોટી પરંપરાઓને ખતમ કરવામાં આવી છે. આ પાંચ વર્ષોમાં બેરોજગાર યુવાઓના કૌશલ્યથી લઇને તેમને મળનારી મદદમાં વૃદ્ધિ કરવામાં આવી છે.

તેમણે કહ્યું, હરિયાણામાં પહેલા એ મુખ્યમંત્રી બનતા હતા જે દિલ્હીમાં ટ્રક ભરીને લોકોને લઇ આવે અને પ્રધાનમંત્રીના ઘરની બહાર ઢોલ અને નગારા વગાડીને પ્રધાનમંત્રીની જયજયકાર કરે. પાછલા પાંચ વર્ષોમાં અહીંયા મુખ્યમંત્રીઓને ટ્રક ભરવાનું કામ નથી કરવુ પડ્યું.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની 18 ઓગસ્ટથી શરુ થયેલી જન આશીર્વાદ યાત્રાનું આજે સમાપન થયું હતું. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આચારસંહિતા લાગૂ થઇ શકે છે.

CCTVથી નેતાઓની લોકપ્રિયતાનો હિસાબ રાખવામાં આવશે

પ્રધાનમંત્રીની આ રેલીમાં નેતાઓની લોકપ્રિયતા અને સમર્થનનો હિસાબ પણ ભાજપ સંગઠન રાખશે. રેલી સ્થળ સુધી જતા દરેક માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેનાથી એ નિશ્વિત થશે કે નેતા તેમની રેલીમાં કેટલા સમર્થકો લઇને પહોંચી રહ્યા છે. રેલી શરુ થવાથી લઇને તેના ખતમ થવા સુધી સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.

સરકારનો દાવો

  • જાવડેકરે કહ્યું- કલમ 370 હટાવવી સૌથી મહત્ત્વનું
  • કલમ 370: જાવડેકરે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. તેમાં દુનિયાએ પણ ભારતને સાથ આપ્યો છે.
  • ત્રણ તલાક: જાવડેકરે કહ્યું કે, ત્રણ તલાકને ગુનો જાહેર કરવો બીજી સૌથી મોટી સિદ્ધિ છે. આ કુપ્રથાથી મહિલાઓને મુક્તિ મળી છે.
  • જળ શક્તિ: જાવડેકરે કહ્યું કે, નવા જળશક્તિ મંત્રાલયના 2.1 લાખ કાર્યોમાંથી 1.57 લાખ પૂરા થઈ ગયા.
  • હવે શું: સરકારે કહ્યું કે, ભારત પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનશે.

વિપક્ષનો હુમલો
પ્રિયંકાએ કહ્યું: અર્થતંત્ર બરબાદ કરીને સરકાર મૌન છે. કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કાવ્યમય અંદાજમાં નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરી કે, ચૌપટ, મૌન બેઠી હૈ સરકાર, સંકટ મેં હૈ કંપનીયાં, ઠપ હો રહા વ્યાપાર, ડ્રામે સે, છલ સે, જૂઠ સે, પ્રચાર સે કરકે કપટ, જન-ધન સે છુપા રહે, દેશ કી હાલત વિકટ, #100 દિન મેં નહીં વિકાસ. કોંગ્રેસે એક વીડિયો ટ્વિટ કરીને ઉદ્યોગ જગતમાં મંદીની આહટને લઈને મોદી સરકારને ઘેરી હતી. પ્રિયંકાએ તે વીડિયો પણ રિટ્વિટ કરીને સરકારની ટીકા કરી હતી.

Download Our B K News Today App



Related News