ડીસા હાઈવે પર આવેલ રામદેવ પીરના મંદિર માટે રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 13:36:40
  • Views : 3555
  • Modified Date : 2019-12-05 13:36:40

ડીસા શહેરમાં નેશનલ હાઇવે પર બની રહેલા ફલાયઓવરને લઈ હાઇવે વિસ્તારમાં આવેલા રામદેવ પીરના મંદિરને દૂર કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હાઇવે ઓથોરિટીના આ નિર્ણયના વિરોધમાં ડીસાના આગેવાનોએ બુધવારે આવેદન પત્ર પાઠવ્યું હતું.ડીસા શહેરમાંથી પસાર થતા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પોરબંદર-સિલચર હાઇવે પર રામદેવપીરનું મંદિર આવેલું છે.  જ્યારે આ માર્ગ દ્વી માર્ગીય હતો તે પહેલાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વર્ષ ૨૦૦૨-૦૩માં જ્યારે આ માર્ગને છ માર્ગીય બનાવવામાં આવ્યો ત્યારે પણ લોકોની ધાર્મિક આસ્થાને પગલે આ મંદિરને સ્થળ પરથી હટાવવામાં આવ્યું ન હતુ. કારણ કે આ મંદિર ડીસા શહેર સહિત આસપાસના ગામોના લોકોની આસ્થા સાથે જોડાયેલુ છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જોકે અત્યારની વાત કરીએ તો વર્તમાન સમયમાં ડીસા શહેરમાથી પસાર થતા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પોરબંદર-સિલચર હાઇવે વાહન વ્યવહારનું પ્રમાણ ખુબ જ વધી જતાં આ માર્ગ પર ફલાયઓવરને મંજૂરી આપવામાં આવી છે અને ફલાય ઓવરનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. જેથી હાઇવે ઓથોરિટી દ્વારા આ મંદિર સ્થળ પરથી હટાવવાની નોટિસ આપવામાં આવતા  ડીસાના આગેવાનોએ આ મંદિર યથાવત સ્થળે જ રાખવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરની કચેરી પર આવેદન પત્ર આપ્યું હતું.



Download Our B K News Today App



Related News