કેન્દ્રીય મંત્રી ગોયલના નિવેદન પર રાહુલે કહ્યું- આ લોકો નફરતમાં આંધળા થઈ ગયા છે, પ્રોફેશનલિઝમની કંઈ ખબર નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:16:26
  • Views : 497
  • Modified Date : 2019-10-20 18:16:26

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ રવિવારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પર નિશાન સાધ્યું છે. ગોયલે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને વામપંથી વિચારધારા તરફ વલણ રાખનારા ગણાવ્યા હતા. આ અંગે રાહુલે કહ્યું કે, આ મોટા લોકો નફરતમાં આંધળા થઈ ગયા છે. આ લોકોને ખબર નથી કે પ્રોફેશનલિઝમ શું હોય છે?

નોબેલ વિજેતા બેનર્જીએ શનિવારે એક ટીવી ચેનલને કહ્યું કે, વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી ગોયલ મારા પ્રોફેશનલિઝમ અંગે સવાલ ઉઠાવી રહ્યાં છે. ત્યારબાદ રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, તમે દાયકાઓ સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કરો, પણ પ્રોફેશનલ હોવું શું છે, એ વાત આ લોકો નહીં સમજી શકે. રાહુલે બેનર્જીને સંબોધતા કહ્યું કે, તમે ચિંતા ન કરશો, લાખો ભારતીયોને તમારા કામ પર ગર્વ છે.

પીયૂષ ગોયલે શુક્રવારે કહ્યું હતું કે, અભિજીત બેનર્જી કોંગ્રેસની ન્યાય યોજનાનું સમર્થન કરે છે, જેમને ભારતીય મતદાતાઓએ લોકસભા ચૂંટણીમાં સ્વીકાર કર્યો ન હતો. એવામાં તેઓ શું વિચારે છે? તેને સ્વીકારવાની જરૂર નથી.

‘સરકાર અર્થવ્યવસ્થામાં સુધારો લાવે, કોમેડી સર્કસ ન ચલાવશો’
પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય મંત્રીના નિવેદન પર કહ્યું હતું કે, ભાજપ નેતા તેમનું કામ કરવાની જગ્યાએ લોકોની સિદ્ધીઓને ખોટી સાબિત કરવામાં લાગી ગયા છે નોબેલ વિજેતા ઈમાનદારીથી તેમનું કામ કરે છે અને નોબેલ પુરસ્કાર મેળવે છે. અર્થવ્યવસ્થા નીચે આવી રહી છે. તમારું કામ તેને સુધારવાનું છે, કોમેડી સર્કસ ચલાવવાનું નહીં.

Download Our B K News Today App



Related News