વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ છે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-01-07 16:52:04
- Views : 1154
- Modified Date : 2020-01-07 16:52:04
વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ છે ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર, પ્રેમશાસ્ત્ર વગર ધર્મ અધૂરો છે. ભારતીય મહાત્માઓએ, ઋષિઓએ પ્રેમશાસ્ત્રને પંચમ પુરુષાર્થ કહ્યો છે, અર્થશાસ્ત્ર પણ પ્રેમશાસ્ત્ર વગર અધૂરું છે. જેને અર્થ મળી જાય તે વહેલો કે મોડો અનર્થમાં ડૂબી જાય છે. જો અર્થશાસ્ત્રમાં પ્રેમ ભળે તો અનર્થ થોડો ઓછો થઈ જાય છે. આપણે જે કામથી કરીએ છીએ તેમાં ક્યાંય હત્યા તો નથી થઈને? હત્યાને કોણ રોકશે? પ્રેમ જ રોકશે. કામશાસ્ત્ર જો તેમાં જરા પણ પ્રેમ ન હોય તો તે માત્ર એક રમકડું બની જશે, કાંઈ મળશે નહીં. મોક્ષશાસ્ત્ર જેને મુક્તિ મેળવવી હોય તેને પણ મુક્તિમાં અનુરાગ હોવો જરૂરી છે અને મુક્તિ અનુરાગ, પ્રેમની વૃત્તિ સ્વરૂપ છે. ચારેય શાસ્ત્રો ત્યારે જ પૂર્ણ કહેવાય જ્યારે આપણા જીવનમાં પ્રેમશાસ્ત્ર હોય.તમને કોઈ ફળ મળે અને તે રસ વગરનું હોય તો તે નકામું છે. ડોક્ટર કહે છે કે તમે નારિયેળનું પાણી પીઓ. હવે તમને તરસ લાગી હોય અને ત્યારે જ તમને એક નારિયેળ મળે પણ જો તેમાં પાણી ન હોય તો તે તમારા માટે નકામું બની જાય છે. જો કેરી મળે અને તે પણ રસ વગરની હોય તો તે પણ કાંઈ કામની નથી રહેતી. એ જ પ્રમાણે જો ધર્મમાં પ્રેમ ન હોય તો ધર્મ પણ નિરર્થક કર્મકાંડ બની જશે.જ્ઞાન તો આચાર્યોએ ભાખ્યું, હવે શું જ્ઞાન બાકી રહ્યું છે? પ્રેમ કરો, પ્રેમયજ્ઞા કરો. પ્રેમયજ્ઞામાં જ સાચી આહુતિ આપવાની હોય છે. એમાં અગ્નિ પણ છે. ઘી પણ છે, જવતલ પણ છે, વેદી પણ છે, મંત્ર પણ છે, આહુતિ પણ છે. પ્રેમમાં આ બધું હોય છે. વિશ્વને જરૂરત છે પ્રેમયજ્ઞાની. વિશ્વમાંથી બંને, શાસ્ત્રો અને શસ્ત્રોનો સંઘર્ષ સમાપ્ત થવો જોઈએ. ન ક્યાંય શાસ્ત્રનો સંઘર્ષ રહે, ન ક્યાંય શસ્ત્રોનો સંઘર્ષ. કેવળ પ્રેમ રહે. જેનું જીવન દિમાગી હશે એ બહુ ચિંતિત રહેશે, જેનું જીવન બહુ ર્તાકિક હશે એ અસ્વસ્થ રહેશે, એનામાં મસ્તી નહીં આવે. પણ જે માણસ દિલની ધરા ઉપર આવ્યો એ તરી જશે.વિશ્વને પ્રેમની ઘણી જરૂર છે. પ્રેમ ન હોય તો કશું નથી. દુનિયામાં ધર્મ અને વિજ્ઞાન એમ બે મહ¥વની બાબત છે. એ બંને વચ્ચે સેતુ બને છે પ્રેમ. પ્રેમ વગરનું વિજ્ઞાન ઘાતક સાબિત થશે. ધર્મમાં પ્રેમ ન હોય તો તેમાં કટ્ટરતા આવી જશે. પ્રેમ પરમાત્મા છે, પ્રેમ ઈશ્વર છે. પ્રેમ બધામાં છે, પણ પ્રગટ કરતાં નથી આવડતું. ભયની પહેલી અસર રોગ છે. ભય રોગને નિયંત્રિત કરે છે. શરીરરૂપી ઓરડામાં ભય રોગને આમંત્રણ આપે છે, તે વૃદ્ધત્વ વહેલું લાવે છે. અત્યંત ભયભીત માણસ અકાળે વૃદ્ધ થઈ જાય છે. ભયને લીધે માણસનું મૃત્યુ થઈ જાય છે. ભીતર અભય પ્રેમથી આવશે.પ્રેમ વગર પરિવર્તન સંભવ નથી. પ્રેમમાં ટીચર ન હોય ને પ્રીચર પણ ન હોય. પ્રેમ છે રિચરનો વિષય. જે પહોંચીને પાછા આવ્યા હોય એનું કામ છે. જે પહોંચી ગયા હોય, જેણે હરિને જોઈ લીધો હોય, જે પહોંચ્યા હોય અને પછી ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે’ એ પ્રેમના પાઠ ભણાવી શકે.શું રામને પૂજા પ્રિય છે? પૂજામાં પ્રેમનું પ્રમાણ વિશેષ હોવું જોઈએ.પૂજા તો સસ્તી છે. બે ચોખા ચડાવી દો, અક્ષત, ગુલાલ, ચંદન, નિરાજન ચડાવી દો. ફરી ગોળ, ચોખા ચડાવ્યા અને ત્યારબાદ પૂજનસ્થળે માખીઓ એકઠી થવા લાગે છે અને તમે તમારી ઓફિસે જતા રહો છો. આ તે કાંઈ પૂજા છે? પ્રેમ દેવો ભવ. માનસમાં લખ્યું છે કે રામને પૂજા, પ્રશંસા, પ્રતિષ્ઠા, પદ, પરંપરા પ્રિય નથી એટલા માટે તેમણે કેટલીયે પરંપરાઓને સવિનય તોડી છે, કારણ કે તેમનામાં મર્યાદા છે, વિવેક છે. કોઈ પર પ્રહાર ન કર્યો, કોઈને દુભવ્યા નહીં, યોગ્ય કારણ રજૂ કર્યું અને કહ્યું કે હવે આ કરવાની જરૂર છે.રામ હિ કેવળ પ્રેમુ પિઆરા, જાની લેઊ જો જાનનિહારા.’આચાર્યચરણ શંકરાચાર્ય વેદાંત આપનારા શંકારાવતાર. તેઓ ગંગાના તટ પર જતા ત્યારે ગંગાને યાદ કરીને, તેને જોઈને ગંગાના પ્રેમને કારણે રડી પડતા હતા. ક્યારેક એવું પણ થશે કે હું કેવળ આ ગંગાજળ પીતાં પીતાં અહીં સ્મરણ કરતો રહું. આને જ કહેવો પડે પ્રેમનો ચમત્કાર.પૂજા કરવી ગમતી હોય, તે માટે પ્રેમ હોય તો જરૂર પૂજા કરો પણ જો કાંઈ ન આવડે તો તેમાં પોતાને દોષી માનવાની જરૂર નથી.માનસસૂત્ર પ્રેમની વિધિ પ્રેમની ચાર રીત દર્શાવવામાં આવી છેઃ આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને આત્મીયતા, આ ચારેય જેમાં છે તે પ્રેમ કરી શકે છે. જે પ્રેમ કરે છે તેમાં આ ચારેય હોય છે. કોઈ એમ કહે કે પ્રેમ કરીએ છીએ, પણ આ ચારેય ન હોય તો તે કેવળ છેતરપિંડી લાગે છે.આસ્થાઆ સંસારમાં પરમાત્મા છે, તે આસ્થા છે. કોઈક ત¥વ છે, હું માનું કે ન માનું પણ કોઈક ત¥વ તો છે જ. જગત છે તો તેને બનાવવાવાળો પણ કોઈક છે. વેદ પોતાની રીતે, ભક્ત પોતાની રીતે કહે, પરમાત્મા છે; એ આસ્થા.શ્રદ્ધાપરમાત્માના જે સ્વરૂપને હું માનું છું કે તે સ્વરૂપ સર્વશ્રેષ્ઠ છે તે શ્રદ્ધા. બીજાની માન્યતાને તોડવી નથી, પણ મારી માન્યતા મારી પોતાની માન્યતા છે. જે સાધકની વ્યક્તિગત ધારણા છે તે શ્રદ્ધા બની જાય છે.વિશ્વાસજેના પર મને પ્રેમ છે તે સદ્ગુણોનો ભંડાર છે, રૂપનો સાગર છે એ છેઆત્મીયતાપરમાત્મા મારો છે, ગોવિંદ મારો છે, એ લાગણી જન્મી અને આત્મીયતા થઈ ગઈ. વ્યક્તિ જ્યારે પરમાત્મા સાથે સંબંધ જોડે ત્યારે તેનામાં આત્મીયતાનો ભાવ આપમેળે પ્રગટે છે.જે પ્રભુને પ્રેમ કરવા માગે છે તેણે આ ચાર સુત્રો સમજવાં જોઈએ.
Related News
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 185
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 184
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 185
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 169
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 218
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 515
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 80
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 72
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 70
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 347
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 390
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 378
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 315
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 71
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 73
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 95
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 73
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 65
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 76
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 71
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 77
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 70
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 114
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 85
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 325
દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના...
- by B.K.NEWS DAINIK
- June 5, 2023, 4:59 pm
- 335
કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 3:23 pm
- 685
વ્હાઇટ હાઉસ પાસે ટ્રકે મારી ટક્કર, નાઝી ધ્વજ સાથે ભારતીય મૂળના વ્યક્તિની...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 4:37 pm
- 318
નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:59 pm
- 232
અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:54 pm
- 245
ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:50 pm
- 206
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા...
- by B.K.NEWS DAINIK
- May 20, 2023, 5:29 pm
- 198
તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:18 pm
- 181
ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:16 pm
- 187
9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:12 pm
- 194
રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:11 pm
- 187
નવસારી: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા છ નબીરા ઝડપાયા, ત્રણ લક્ઝુરિયસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:44 pm
- 174
મુંબઈની જેમ જ હવે વડોદરામાં પણ જાહેરમાં થુકનારાની ખેર નથી, CCTVથી ટ્રેક કરીને...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:36 pm
- 178
અમદાવાદ થી રાજકોટ તરફ જતો દારૂનો જથ્થો ઝડપાયો, સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:33 pm
- 182
વડોદરાના તાંદલજામાં કોર્પોરેશન દ્વારા પઝેશન ઓર્ડર અપાયા છતાં, લાભાર્થીઓ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:28 pm
- 196
ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:24 pm
- 191
તમે પણ ચેતજો… વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 26 લોકો સાથે છેતરપિંડી,...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 1:09 pm
- 667
વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો...
- by B.K.NEWS DAINIK
- May 13, 2023, 5:20 pm
- 263
વારંવાર રજૂઆત બાદ પણ મનપા કે પોલીસ...' બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ...
- by B.K.NEWS DAINIK
- May 11, 2023, 2:09 pm
- 748
મુગલ અત્યાચારનું સાક્ષી છે શ્રીનાથજી મંદિર PMએ ત્યાંથી જ વગાડ્યું રાજસ્થાન...
- by B.K.NEWS DAINIK
- May 10, 2023, 4:56 pm
- 248
ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:19 pm
- 630



