આજે બીજી ગ્લોબલ કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપશે PM મોદી, આ વિષય પર દુનિયાના નેતાઓને કરશે સંબોધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 11:52:02
  • Views : 315
  • Modified Date : 2022-05-12 11:52:02

આજે બીજી ગ્લોબલ કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપશે PM મોદી, આ વિષય પર દુનિયાના નેતાઓને કરશે સંબોધન

 

PM મોદી આજે બીજી ડિજિટલ ગ્લોબલ કોવિડ સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે આ જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકમાં અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડનના ઇન્વિટેશન પર ભાગ લેવાના છે. આ સંમેલનમાં કોવિડ 19 ના પડકારો સામે લડવાની દિશામાં નવા પગલાં ઉઠાવવામાં આવશે અને વૈશ્વિક સ્તરે સુરક્ષાનું માળખું નક્કી કરવા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. 

 

મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આ અગાઉ શિખર સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મહામારીના સ્ટ્રેસ અને પ્રીવેન્શન જેવી તૈયારીને પ્રાથમિકતા આપીને એ વિષય પર સંબોધન કરશે. PM નરેન્દ્ર મોદી અગાઉ 21 ડિસેમ્બર 2021 ના દિવસે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડન દ્વારા આયોજિત પહેલી ગ્લોબલ કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં પણ હાજર રહ્યા હતા. 

 

આ બેઠકમાં ઘણા દેશોના હાજર રહેવાની શક્યતા છે. જેમાં કેરિકોમ ગ્રુપના અધ્યક્ષ રૂપે બેલીજ ભાગ લેશે અઆ સિવાય આફ્રીકી યુનિયનના અધ્યક્ષ રૂપે સેનેગલ, G20 ના અધ્યક્ષ રૂપે ઈન્ડોનેશિયા અને G7 ના અધ્યક્ષ રૂપે જર્મની પણ ભાગ લેશે. આ સમિટમાં સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હેડ અને બીજા ઘણા હસ્તીઓ હાજર રહેશે. 

 

 

PM મોદીએ 22 સપ્ટેમ્બર, 2021ના રોજ પ્રથમ ગ્લોબલ વર્ચ્યુઅલ કોવિડ સમિટમાં ભાગ લીધો હતો. આ વર્ષે PM મોદી શરૂઆતના સેશનમાં "પ્રિવેન્ટિંગ પેન્ડેમિક ફેટીગ એન્ડ પ્રાયોરીટાઈઝિંગ પ્રીપેર્ડનેસ" વિષય પર ભાષણ આપશે.

"સમિટ કોવિડના સતત આવતા પડકારોને પહોંચી વળવા અને મજબૂત વૈશ્વિક આરોગ્ય સુરક્ષા, આર્કિટેક્ચરનું નિર્માણ કરવા માટે નવી પ્રક્રિયાઓને આગળ વધારવાના ઈરાદા સાથે થશે" એવું વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

 

 

 

Download Our B K News Today App



Related News