પિતાએ સાવકી દીકરીનું 3 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું, કંટાળેલી સગીરાએ…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 18:02:31
  • Views : 699
  • Modified Date : 2019-11-20 18:02:31

લિંબાયતના મગદુમનગર ખાતે સાવકા પિતાએ 15 વર્ષની સગીર પુત્રીનું 3-3 વર્ષ સુધી શારીરિક શોષણ કરતા ચકચાર મચી ગઇ હતી. પિતાની વિકૃત હરકતોથી કંટાળી સગીરા ઘર છોડીને ચાલી ગઇ હતી. ભરૂચમાં બહેનપણીના ઘરેથી મળેલી સગીરાની પોલીસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી હવસખોર પિતાની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં રઘુકુળ ગરનાળા પાસે મગદુમનગર નજીક નવી ટેનામેન્ટમાં કમરૂનગર ખાતે રહેતો વસિમ કાસિમ શેખ (30) ટેમ્પોચાલક છે. વસિમ 34 વર્ષીય સલમાબાનુ (નામ બદલ્યું છે) સાથે વર્ષ 2010થી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. સલમાબાનુને પ્રથમ પતિ થકી સંતાનમાં 15 વર્ષની પુત્રી છે. દરમિયાન ગત તા. 12મીએ વહેલી સવારે 15 વર્ષીય સગીરા ઘરેથી ગુમ થઇ ગઇ હતી. પરિવારજનોએ ભારે શોધખોળ કરી છતાં કોઇ પત્તો નહિ લાગતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા સગીરા ભરૂચ ખાતે રહેતી બહેનપણીના ઘરે હોવાની જાણ થઇ હતી. પોલીસ ભરૂચથી સગીરાને લઇ આવી કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે સગીરા સાથે સાવકો પિતા વસિમ છેલ્લાં ૩ વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. વર્ષ 2012-13માં શારીરિક અડપલાં કર્યા બાદ ગત વર્ષ 2016થી બળજબરી કરી તે સગીરાનું શોષણ કરતો હતો. ભોગ બનનારી સગીરાએ માતાને આ અંગે ફરિયાદ કરી તો તેણીએ કોઇ દરકાર લીધી ન હતી. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સગીરા નજીકમાં જ નાનીના ઘરે રહેતી હતી. દરમિયાન માતાએ પોતાના ઘરે રહેવા બોલાવતા સગીરાને સાવકા પિતા ફરી કુકર્મ આચરશે એ ડરથી તેણી નાનીના ઘરેથી જ ભાગી ગઇ હતી. સગીરાની આ વાત સાંભળી પોલીસકર્મીઓ દંગ રહી ગયા હતા. સલાબતપુરા પોલીસે બળાત્કાર તથા પોક્સો એક્ટની કલમનો ઉમેરો કરી હવસખોર પિતા વસિમ શેખની ધરપકડ કરી હતી. પોલીસે પીડિતાનું હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. વધુ તપાસ પીઆઇ કીકાણી ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News