ફરી સસ્તુ થયું પેટ્રોલ, ત્રણ દિવસ બાદ ડીઝલમાં ઘટાડો, જાણો શું છે આજના ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 12:12:33
  • Views : 937
  • Modified Date : 2019-08-08 12:12:33

 આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા વચ્ચે ગુરૂવાર સવારે પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડીઝનના ભાવમાં પણ ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 5 પૈસા પ્રતિ લિટરનો ઘટોડા જોવા મળ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. દિલ્હીમાં ગુરૂવાર સવારે પેટ્રોલ 5 ઘટીને 72.23 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 6 પૈસા ઘટવાની સાથે  65.88 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.23 રૂપિયા અને ડીઝલની કિંમત 65.88 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 77.89 રૂપિયા અને ડીઝલની કિંમત 69.60 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 74.92 રૂપિયા અને ડીઝલની કિંમત 68.15 રૂપિયા છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.04 રૂપિયા અને ડીઝલની કિંમત 69.60 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.

Download Our B K News Today App



Related News