પાટીદાર આંદોલન સમયે પોલીસ દમનનો મામલો, પૂંજ કમિશને હાર્દિક પટેલને હાજર રહેવા કર્યો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-11 19:01:36
  • Views : 511
  • Modified Date : 2019-09-11 19:01:36

અમદાવાદના GMDC ખાતે પાટીદાર આંદોલન બાદ થયેલ પોલીસ દમન મામલે જસ્ટિસ પૂંજ કમિશને હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા માટે આદેશ કર્યો છે. પૂંજે કમિશને હાર્દિક પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતનાં આગેવાનોને હાજર રહેવા માટે નોટિસ આપી છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન સમયે થયેલ પોલીસ દમન મામલે ગુજરાત સરકારે પૂંજ કમિશનનું ગઠન કર્યું હતું.

ADVERTISEMENT

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલની આગેવાની હેઠળ વિશાળ જનસભા યોજાઈ હતી. જે બાદ હાર્દિક પટેલની અટકાયત બાદ હિંસા ભડકી ઉઠી હતી. અને તે બાદ પોલીસ દમનની ચોંકાવનારી હકીકત દુનિયા સામે આવી હતી. પાટીદારો પર થયેલ પોલીસ દમન મામલે ગુજરાત સરકારે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં પૂંજ કમિશનની રચના કરી હતી.

જી.એમ.ડી.સી. મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. આ મામલે પૂંજ કમિશને હાર્દિક પટેલને 16મી સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. તપાસ પંચ દ્વારા હાર્દિક ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતના આગેવાનોને પણ નોટિસ મોકલી છે. કમિશને ચિરાગ પટેલને 21મી સપ્ટેમ્બરે હાજર રહેવા માટે નોટિસ આપી છે.વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલ પોલીસ દમનની તપાસ માટે રચાયેલાં હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશન આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે.

Download Our B K News Today App



Related News