ભારતીય સૈન્યનો સરહદે આક્રમક જવાબ, પાકિસ્તાનની અનેક ચોકીઓ ઉડાવી,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 18:18:35
  • Views : 527
  • Modified Date : 2019-12-21 18:18:35

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્યને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ભારતીય સેના એક્શન મોડમાં આવતા જ પાકિસ્તાનની અનેક ચોકીઓ ઉડાવી મારી હતી અને બે પાકિસ્તાની સૈનિકોને પણ ઠાર માર્યા હતાં.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હ્તું કે, પાકિસ્તાન સરહદે સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. પાકિસ્તાની સૈન્યએ પલ્લનવલ્લા તથા અખનુર સેક્ટરની અગ્રીમ ચોકીઓથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સૈન્યએ આક્રમક રીતે જવાબ આપ્યો હતો.

–– ADVERTISEMENT ––

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે ભારતીય સૈન્યના જવાનોને એલઓસી પાસે બે મૃતદેહ પડેલા નજરે પડ્યા. જોકે ભારે તણાવપૂર્ણ સ્થિતિ હોવાના કારણે તેનું ભૌતિક સત્યાપન થઈ શક્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, સરહદ પારથી હજી પણ ગોળીબાર યથાવત છે.

ભારતના રક્ષા પ્રવક્તાએ જણાવ્યું હ્તું કે, માનકોટ સેકટરમાં થયેલા ગોળીબારનો ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારત તરફથી કોઈ જાનહાની થઈ હોવાની જાણકારી હાથ લાગી નથી. સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, લગભગ સવારે 7:15 વાગ્યે પાકિસ્તાને કોઈ પણ ઉશ્કેરણી વગર નાના ગથિયારેઓ વડે ગોળીબાર કર્યો અને મોર્ટારમારો કર્યો હતો.પાકિસ્તાની સૈન્ય સરહદે સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગઈ કાલે શુક્રવારે જ પુંછ જીલ્લામાં નિયંત્રણ રેખા પર આગળની ચોકીઓ અને સરહદ નજીકના ગામડાઓને નિશાન બનાવીને ભારે ગોળીબાર અને મોર્ટાર મારો ચલાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ ઉડાવી મારી હતી અને 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા હતાં.

Download Our B K News Today App



Related News