ડુંગળીના ભાવમાં નવેમ્બર મહિનાથી હજી મોટો ઘટાડો થશેઃ નીતિઆયોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:29:50
  • Views : 499
  • Modified Date : 2019-11-11 13:30:47

ડુંગળીના આસમાની ઊંચા ભાવમાં મામૂલી બ્રેક લાગી છે પરંતુ આગામી એકાદ મહિના બાદ ભાવમાં મોટો ઘટાડો થશે તેમ સરકારી સંસ્થા નીતિઆયોગે જણાવ્યું હતું. દેશના મોટા શહેરમાં ડુંગળી પ્રતિ કિલો રૂ.૭૦થી ૮૦ના ભાવથી વેચાણ થઈ રહી છે.નીતિઆયોગના મેમ્બર કહે છે કે, નવેમ્બર મહિના દરમિયાન નવા ખરીફ પાકોની આવકો શરૂ થઈ જશે અને એ દરમિયાન ભાવમાં હજી વધુ ઘટાડો જોવા મળી શકે છે. અમારી પાસે ડુંગળીનો કુલ ૫૦ હજાર ટનનો બફરસ્ટોક પડયો છે એમાંથી અમે ૧૫ હજાર ટન ડુંગળીનું અત્યાર સુધીમાં વેચાણ કરી દીધું છે. મારા મતે હજી બાકીનો સ્ટોક બે મહિના સુધી વેચાણ કરી શકીશું. ત્યાં સુધીમાં નવેમ્બરથી નવા ખરીફ પાકોની આવકો શરૂ થશે અને નવેમ્બર મહિનાથી ભાવ ફરી સામાન્ય થઈ જશે.હાલમાં સરકારી એજન્સી નાફેડ, એનસીસીએફ અને મધર ડેરીના સફલ આઉટલેટ્‌સ ઉપરથી ડુંગળીનું પ્રતિ કિલો રૂ.૨૩.૯૦ના ભાવથી વેચાણ થાય છે.દરમિયાન ડુંગળીમાં કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને સ્ટોક લિમિટ લાગુ કરવા અથવા તો સંગ્રહખોર વેપારીઓ પર કડક પગલાં લેવા માટેની સૂચના આપી છે, જેના આધારે પણ રાજ્ય સરકારો પગલાં લઈ રહી હોવાથી ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે.નાસિકમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલના શુક્રવારે ઘટીને રૂ.૧૫૦૦થી ૩૮૦૦ હતા અને બેન્ચમાર્ક મોડલ ભાવ રૂ.૩૬૦૦ ક્વોટ થાય છે, જે ગત સપ્તાહે વધીને રૂ.૪૫૦૦ સુધી બોલાયા હતા. આમ, ક્વિન્ટલે રૂ.૯૦૦ ઘટયા છે. ગુજરાતમાં મણે રૂ.૧૦૦નો ઘટાડો થઈને સારી ક્વોલિટીના ભાવ રૂ.૭૦૦થી ૮૦૦ બોલાય છે, જે વધીને રૂ.૯૨૫ સુધી પહોચ્યા હતા.ડુંગળીમાં સ્ટોક લિમિટ લાગુ કરવાની ચર્ચા અને ગુજરાતમાં વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવશે તેવી ચર્ચાના કારણે સરેરાશ ડુંગળીના બજારો હવે ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં મહુવા સહિતના યાર્ડોમાં મણે રૂ.૧૦૦થી ૧૫૦ નીકળી ગયા છે. આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા નીચા આવી શકે છે. 


Download Our B K News Today App



Related News