હવે સુરોની પિચ પર ડીજે બ્રાવો, સિંગર શિવાંગી શર્મા સાથે પાર્ટી ગીત ગાતો જોવા મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 13:17:14
  • Views : 398
  • Modified Date : 2022-06-01 13:17:14

ડીજે બ્રાવો ક્રિકેટમાં ઓલરાઉન્ડર છે. હવે તે લોકપ્રિય સિંગર શિવાંગી શર્મા સાથે સોશિયલ મેસેજવાળું પાર્ટી સોંગ લઈને આવે છે. આ ગીતનું શૂટિંગ આગામી દિવસોમાં ભારતમાં થશે.

ડીજે સારો ફ્રેન્ડ છેઃ શિવાંગી
ગીત અંગે વાત કરતાં શિવાંગીએ કહ્યું હતું કે તે અને ડીજે બ્રાવો સારા મિત્રો છે. તેઓ 2019થી આવું કંઈક કરવા માગતા હતા. જોકે, તે સમયે લૉકડાઉનને કારણે કામ અધૂરું રહી ગયું હતું. વચ્ચે વચ્ચે આઇડિયા શૅર કર્યા અને ચર્ચા કરી કે શું થઈ શકે તેમ છે.

ડીજે એક મસ્તીભર્યો પાર્ટી ટ્રેક ઈચ્છતો હતો
શિવાંગીએ આગળ કહ્યું હતું કે ડીજે એક મસ્તીભર્યો પાર્ટી ટ્રેક ઈચ્છતો હતો. જ્યારે તેણે ગીતના શબ્દો સાંભળ્યા ત્યારે તે ખુશ થઈ ગયો હતો. શરૂઆતમાં આ ગીત સિંગલ સિંગર તરીકે રજૂ થવાનું હતું, પરંતુ પછી આ ડ્યૂટ કરવાનું નક્કી થયું. આ ગીતમાં સોશિયલ મેસેજ છે.

 

શિવાંગીએ ડીજે બ્રાવો સાથેનો વીડિયો શૅર કર્યો હતો
અઠવાડિયા પહેલાં શિવાંગીએ ડીજે બ્રાવો સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયો શૅર કરીને શિવાંગીએ કહ્યું હતું, 'મારા ફેવરિટ વ્યક્તિમાંથી એક. તે મને વારંવાર મળવા માટે પ્રેરિત કરે છે. તે કોઈ બીજી જગ્યાએ જતો રહ્યો અને હું ક્યાંક બીજે જાઉં તે પહેલાં મેં વિચાર્યું કે લાઇફનું મચ અવેટેડ કોલેબોરેશન તેની સાથે લઈને કેમ ના આવું. નવું ગીત ટૂંક સમયમાં આવી રહ્યું છે.'

અન્ય સમાચારો પણ છે...

 

Download Our B K News Today App



Related News