યુવતીને બચાવવા રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, બંનેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:13:38
  • Views : 521
  • Modified Date : 2019-10-20 18:13:38

શહેરના સુભાષબ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન તરફ એક યુવતીએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિવરફ્રન્ટ પર હાજર સિક્યુરિટી ગાર્ડ જોઈ જતાં તેને બચાવવા માટે તે પણ નદીમાં પડ્યો હતો. જો કે બંને નદીમાં ડૂબવા લાગ્યા હતા. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવતા તેઓ પહોંચે ત્યાં સુધીમાં બંનેના ડૂબી જવાથી મોત થયા હતા.
નદીમાં એક યુવતી પણ ઝંપલાવ્યું
ફાયરબ્રિગેડની ટીમ બંનેની લાશ બહાર કાઢતી હતી ત્યારે 100 મીટર દૂર એક યુવતીએ વોક વે પરથી નદીમાં પડતું મુક્યુ હતું. જેને બચાવવા માટે એક યુવક નદીમાં પડ્યો હતો. ફાયરની ટીમ નજીકમાં જ હોવાથી તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને બંને યુવક-યુવતીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

Download Our B K News Today App



Related News