અમેરિકામાં 5500થી વધુ ફ્લાઇટ્સ રદ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 17:27:01
  • Views : 525
  • Modified Date : 2022-12-28 17:27:01

અમેરિકામાં બરફના તોફાનને કારણે 5500થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વોશિંગ્ટન પોસ્ટે આ રિપોર્ટ આપ્યો છે. આ પહેલા મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે સોમવારે સવાર સુધીમાં તીવ્ર ઠંડી અને તોફાન સંબંધિત ઘટનાઓને કારણે અમેરિકામાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત નિપજ્યાં છે. સોમવારે સાંજે બરફના તોફાનને કારણે 5,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.
એક અહેવાલ અનુસાર કોલોરાડો, ઇલિનોઇસ, કેનસસ, કેન્ટુકી, મિશિગન, મિઝોરી, નેબ્રાસ્કા, ન્યૂ યોર્ક, ઓહિયો, ઓક્લાહોમા, ટેનેસી અને વિસ્કોન્સિન જેવા ઓછામાં ઓછા 12 પ્રાંતોમાં કુલ 50 લોકોનાં મોત નિપજ્યાં છે. સપ્તાહના અંતમાં એક મીટરથી વધુ બરફ પડ્યા બાદ પૂર્વોત્તર ન્યૂયોર્ક રાજ્યના બફેલો શહેરમાં સૌથી વધુ જાનહાનિ થઈ છે.

Download Our B K News Today App



Related News