આર્ટિકલ 370 હટાવ્યા પછી આજે વડાપ્રધાન મોદી કરશે સંબોધન, કરી શકે છે આ મુદ્દાઓ પર વાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 12:23:16
  • Views : 537
  • Modified Date : 2019-08-08 12:23:16

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. સંભાવના છે કે તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના સમાપ્ત કરવાના અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તિત કરવાના નિર્ણય અંગે વાત કરશે.

આ પહેલા પીએમ મોદીએ અંતિમ વખત લોકસભા ચૂંટણી પહેલા 27 માર્ચે સેટેલાઇટ વિરોધી મિસાઇલના પરીક્ષણનું એલાન કરતા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન એવા સમયે થઇ રહ્યું છે કે જ્યારે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમના સંબોધન આડે માત્ર અમુક જ દિવસો બચ્યા છે.


Download Our B K News Today App



Related News