મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે : કનૈયાકુમાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 12:16:19
  • Views : 580
  • Modified Date : 2019-02-13 12:16:19

પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને જીજ્ઞેશ મેવાણી આજે રાજકોટમાં છે. સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે, મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે. મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું લોકસભાની ચૂંટણી નહીં લડુ મારા ખોટા મેસેજ ફરે છે.

કનૈયાકુમારે વધુમાં જણાવ્યું હતું કે, મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો જેલમાં હોત. જય જવાન, જય કિસાન, જય સંવિધાનના નારા સાથે રેલીનું આયોજન કરીએ છીએ. મારી માતા આંગણવાડીમાં કામ કરે છે. મારા પર આરોપ છે, દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી જેમાં દિલ્હી સરકારની મંજૂરી લીધી ન હતી. પ્રધાનમંત્રીને સવાલ કરીએ તો તેની આસપાસના લોકો કહે છે કે સવાલ કેમ કરો છો ગાયબ કરી દેશું. વિરોધ કરવો હોય તે વિરોધ કરે અમે ડરવાના નથી.  

Download Our B K News Today App



Related News