વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-14 14:18:21
  • Views : 39
  • Modified Date : 2026-02-14 14:18:21

વડોદરામાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી સહિત 23 મોટા કાર્યક્રમો યોજાનાર હોવાથી તેમજ ભારત પાકિસ્તાન મેચ અને અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને 5,000 જેટલી પોલીસ તૈનાત રાખવામાં આવી છે. 

તા 15મી રવિવારે બપોરે અઢી વાગે શિવજી કી સવારી રણમુક્તેશ્વર પ્રતાપ નગર ખાતેથી નીકળી ચાર દરવાજા, ન્યાય મંદિર થઈને રાત્રે 10:30 વાગે કૈલાશપુરી ખાતે પહોંચશે. સવારીમાં હજારો લોકો જોડાતા હોવાથી અને સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અર્ધલશ્કરી દળો તેમજ સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ અને જુદી-જુદી એજન્સીઓને બંદોબસ્ત માટે જવાબદારી સોંપી છે. 

નિમિત્તે અનેક સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા સીટી એરિયામાં શિવજી કી સવારીના સમય દરમિયાન ખૂબ જરૂરી કામ હોય તો બહારના લોકોને આવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. 


Download Our B K News Today App



Related News