મેસ્સીનું સપનું પૂરુ:આર્જેન્ટીનાએ કોપા અમેરિકા ટૂર્નામેન્ટ જીતી; મેસ્સીનું આ પહેલું ઇન્ટરનેશનલ ટાઇટલ, એન્જલે વિનિંગ ગોલ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-11 14:36:28
  • Views : 439
  • Modified Date : 2021-07-11 14:36:28

      લિયોનલ મેસ્સીની ટીમ આર્જેન્ટીનાએ કોપા અમેરિકા 2021નું ટાઇટલ જીતી લીધું છે. ફાઇનલમાં આર્જેન્ટીનાની ટીમે 1-0થી બ્રાઝિલને હરાવ્યું. ટીમ લગભગ 28 વર્ષ પછી ચેમ્પિયન બની છે. આર્જેન્ટીનાએ છેલ્લી ટૂર્નામેન્ટ 1993માં જીતી હતી. સ્ટાર સ્ટ્રાઇકર મેસ્સીની કેપ્ટનશિપમાં આર્જેન્ટીના પહેલી વાર ચેમ્પિયન બન્યું છે. આ મેસ્સીની પહેલી ઈન્ટરનેશનલ ટ્રોફી છે. એન્જલ ડિ મારિયાએ 22મી મિનિટમાં મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.1993 પછી આર્જેન્ટીનાની ટીમ 4 વાર કોપા અમેરિકાની ફાઇનલ અને 1 વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી. મેસ્સીનો આ પહેલો મેજર ટૂર્નામેન્ટ (વર્લ્ડ કપ/કોપા અમેરિકા) કપ પણ છે. બ્રાઝીલ 9 વાર કોપા અમેરિકા કપ જીતી ચૂકી છે. આ ટીમે ગત 2019માં કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં વિશ્વના 2 બેસ્ટ ફોરવર્ડ નેમાર અને મેસ્સી સામ-સામે હતા.બ્રાઝીલ અને આર્જેન્ટીના વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. આર્જેન્ટીનાનો સ્ટાર સ્ટ્રાઇકર એન્જલ બનીને સામે આવ્યો, એણે 21મી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી.બ્રાઝીલ પણ બીજા હાફમાં આર્જેન્ટીનાને કાઉન્ટર કરી રહ્યું હતું. બ્રાઝીલ પાસે 60% બોલ પઝેશન રહ્યું, પરંતુ એકપણ ગોલ કરી શક્યું નહતું. આર્જેન્ટીના પાસે માત્ર 40% બોલ પઝેશન હતું.

    કોપા અમેરિકાને COMMEBOL કોપા અમેરિકા પણ કહેવાય છે. ઇંગ્લિશમાં કોપા અમેરિકાનો અર્થ 'અમેરિકન કપ' થાય છે. 1975 સુધી આજે દક્ષિણ અમેરિકી ટીમો વચ્ચે રમાય છે.1990 પછી આમા ઉત્તર અમેરિકાની ટીમો પણ ભાગ લઈ રહી હતી. આ વિશ્વની સૌથી જૂની ફુટબોલ ટૂર્નામેન્ટ છે. આની શરૂઆત 1910થી થઈ હતી. આ વર્લ્ડ કપ અને યૂરો કપ પછી ત્રીજી સૌથી વધુ લોકપ્રિય ફુટબોલ ટૂર્નામેન્ટ છે.કોપા અમેરિકા 2021માં 10 ટીમોએ ભાગ લીધો હતો. આર્જેન્ટીનાએ ઉરુગ્વેના સૌથી વધુ 15 વાર ટાઇટલ જીતવાનો રેકોર્ડની બરાબરી કરી. બંને ટીમોએ 15 વાર આ ટાઇટલ પોતાને નામ કર્યું છે. બ્રાઝીલની ટીમ 9 અને પેરાગ્વે, ચિલી અને પેરુની ટીમ 2-2 વાર ટાઇટલ જીતી ચૂકી છે.34 વર્ષીય મેસ્સીએ તેના અત્યારસુધીના કરિયરમાં 10 લા લીગા, 4 UEFA ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતી ચૂક્યો છે. આની સાથે તે 6 વાર તે બેલોન ડિ'ઓરનો વિજેતા પણ છે. હવે તેને નામ કોપા અમેરિકાના રૂકમાં ઇન્ટરનેશનલ ટ્રોફી પણ છે. 2005માં આર્જેન્ટીના ટીમ તરફથી ડેબ્યૂ કર્યા પછી અત્યારસુધી 4 વર્લ્ડ કપ અને 6 કોપા અમેરિકા ટૂર્નામેન્ટ રમી ચૂક્યા છે. 2015 અને 2016 કોપા અમેરિકામાં આર્જેન્ટીનાની ટીમ તેમની કેપ્ટનશિપમાં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ બંને મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News