, ‘તું મારા પતિનું ખૂન કરે ત્યારે ફોન ચાલુ રાખજે, મને મરણચીસો સંભળાવજે’ જોવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 17:14:25
  • Views : 2186
  • Modified Date : 2019-11-14 17:14:25

અનૈતિક સબંધોનો લોહિયાળ અંત આવતો હોય છે, રાજકોટમાં નશાખોર પતિના સિતમ અને પરપુરૂષ સાથેના સબંધ ધરાવતી પત્નીના સબંધોમાં ત્રીજા પાત્ર તરીકે પરપુરૂષ ઉમેરાયા બાદ અંજામ એ આવ્યો કે મહિલાએ પ્રેમીને ઉશ્કેરી પોતાના પતિનું ખૂન કરાવી નાખ્યું.પતિની જરાસરખી વેદનાથી પત્ની ધ્રુજી ઉઠતી હોય છે પરંતુ અહીં તો આ મહિલાએ પ્રેમીને એમ કહ્યું કે *તું જ્યારે મારા પતિનું ખૂન કરે ત્યારે તેની મરણચીસો મને સંભળાવજે જો તું નહીં મારે તો આપણને બંનેને એ મારી નાખશે* કોઠારીયા સોલવન્ટના મચ્છોનગરમા રહેતા પરેશ ઉર્ફે પવો નાથાભાઈ ગોહેલ ઉ.વ.42ની ત્રણ દિવસ પહેલા હત્યા કરાયેલી લાશના ભેદમાં પરેશની પત્ની કિરણે જ પ્રેમી મયુર ઉર્ફે મયલો ચંદુભાઈ ચાવડીયા ઉ.વ.30 (રહે. પ્રહલાદપ્લોટ શેરી નં.૩૫ કેનાલ રોડ)ના હાથે હત્યા કરાવ્યાનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કરી બંનેની ધરપકડ કરી છે.

નશો કરાવાનો આદી પરેશ પત્ની બે બાળકોથી અલગ માતા સાથે રહેતો હતો. પત્ની બાજુમાં મકાનમાં બાળકો સાથે રહેતી હતી. ગત તા.8ના રાત્રે પરેશ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો અને બીજા દિવસે ઘરથી દુર કોઠારીયાથી કોઠારીયા સોલવન્ટ જવાના રસ્તેથી લાશ મળી હતી. ગળા પર હાથના નિશાન હોવાથી ફોરેન્સિક પી.એમ. કરાવાતા ગળેટુંપો દઈ હત્યા થયાનું ખુલ્યું હતું. હત્યા હોવાનું સ્પષ્ટ થતા આજીડેમ પોલીસે મૃતકના ભાઈ કાળુની ફરિયાદ આધારે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.મૃતક પરેશ મોબાઈલ ફોન પણ રાખતો ન હોવાથી આજીડેમ પોલીસ ગોટાળે ચડી હતી. દરમિયાનમાં ક્રાઈમબ્રાન્ચના એ.એસ.આઈ. બલભદ્રસિંહ જાડેજા, નગીન ડાંગર, યુવરાજસિંહને મળેલી માહિતીના આધારે ઈન્ચાર્જ પી.આઈ. એ.એસ.સોનારા તથા ટીમ સાથે મળી બંનેને ઉઠાવી લેવાયા હતા. હાથ ધરાયેલી પુછપરછમાં બંનેએ હત્યાની કેફિયત આપી હતી.ઘટના અંગે એ.સી.પી. જે.એચ. સરવૈયાએ આપેલી વિગતો મુજબ કિરણનો સંપર્ક બે વર્ષ પહેલા મયુર સાથે દ્વારકા રેલવે સ્ટેશને થયો હતો. બંનેએ એકબીજાને મોબાઈલ નંબર આપે લે કરી હતી. સંપર્કો પ્રેમ સબંધમાં પરિર્વિતત થયા હતા. પરેશ ધારે ત્યારે કામે જાય અને રખડું જેવું બેકાર જીવન જીવતો અને દારૃ પીવાની ટેવ વાળો હતો. નશામાં પત્ની સાથે માથાકુટ કરીને ત્રાસ ગુજારતો હતો.ત્રાસી ગયેલી પત્ની કિરણે પ્રેમી મયુરને ત્રાસમાંથી મુક્ત કરાવવા વાત કરી કાસડ કાઢી નાખવા કહ્યું હતું. મયુરનું મન માનતું ન હોવાથી કિરણે મયુરને દબાવ્યો હતો. અંતે મયુરે તા.૮ના રાત્રીના પરેશને ઉઠાવી જઈ રાત્રે સાડાબાર વાગ્યા બાદ ગળુ દબાવી હત્યા નિપજાવી ઘટનાને ક્રુર અંજામ આપ્યો હતો. આરોપી મયુર વ્યવસાયે પશુપાલક હોવાનું અને તેને પણ સંતાનમાં બે બાળકો છે. ક્રાઈમબ્રાન્ચે બંનેની ધરપકડ કરી આજીડેમ પોલીસને સોંપ્યા હતા.પ્રારંભે દિયર અને પુત્ર સાથે મળી હત્યા કર્યાની સ્ટોરી ઘડી, પોલીસે પરચો બતાવતા ભાંગી પડીઆઠ દિવસ પહેલા કિરણે પતિના માથામાં ધોકો ફટકારી દીધો હતોપતિ પરેશને પતાવી દેવાનો ક્રુર કિરણનો સાત દિવસથી પ્લાન હતપ્રેમી મયુર સાથે મળી પતિ પરેશનેપતાવી દેવા માટે ક્રુર કિરણ છેલ્લા સાત દિવસથી ફિરાકમાં હતી. ગત તા.૮ના પ્રેમી મયુરને ફોન કરીને કહ્યું કે *આજે તો તેનું પુરૃ કરી જ નાખજે* અગાઉ કિરણે દુરથી પતિ પરેશને બતાવ્યો હતો. બનાવના દિવસે પતિ પરેશે કેવા કપડા પહેર્યા ક્યાં, ક્યાં બેઠક છે તેની પણ માહિતી પ્રેમી મયુરને આપી હતી. મયુર રાત્રે રસુલપરામાં ગયો હતો ત્યાં ઈંડાની રેકડી પાસે ઉભેલા પરેશ પાસે ગયો હતો. કાં ભેરૂ કરીં ઓળખ કાઢી આપણે બંને ભરવાડ કહીં ચાલ આગળ ચક્કર લગાવવા જઈએ કહીં પોતાના પ્લેટીના બાઈકમાં બેસાડયો હતો. પરેશને નશો કરેલો હોય આમ તેમ ચક્કર લગાવડાવી રાત્રીના કોઠારીયા સોલવન્ટ તરફ લઈ ગયો હતો અને હત્યા નિપજાવી મયુર કાંઈ બન્યું ન હોય એ રીતે ઘરે જઈને સુઈ ગયો હતોપતિથી ત્રસ્ત અથવા તો પરપરૃષના પ્રેમમાં પાગલ કિરણ કોઈપણ કાળે પતિનું કાસળ કાઢી નાખવા માંગતી હતી. ઘટનાના આઠ દિવસ પહેલા દંપતી પરેશ અને કિરણ વચ્ચે ઝગડો થયો હતો. ઝગડામાં ઉશ્કેરાયેલી કિરણે પતિ પરેશના માથામાં ધોકો ફટકારી દીધો હતો જેથી પરેશના માથામાં ઈજા થતાં સ્ટીચ પણ આવ્યા હતા. જે તે સમયે પારિવારીક ઘટનાને લઈને કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી.

અભણ છતાં અતિ ચાલક એવી કિરણે પ્રથમ તો પ્રેમી મયુરને બચાવવા પરિવારને ફસાવી દેવા માટે પોલીસ સમક્ષ ખોટી સ્ટોરી રજુ કરી હતી. પતિ ત્રાસ ગુજારતો હોવાથી પોતે અને બાળકોએ પતિ પરેશના હાથ,પગ પકડી રાખ્યા હતા અને દિયરે ગળુ દબાવી દીધું હતું. હત્યા કર્યા બાદ દિયર લાશને બાઈકમાં લઈ જઈ ફેંકી આવ્યા હતા. આ ઉપરાંત પોતે મોબાઈલ ફોન રાખતી ન હોવાનું જો કે ઘરમાંથી પોલીસને મોબાઈલ ફોન મળતા કહ્યું કે બાળકોને ગેમ રમવા રાખ્યો હતો.પોલીસને મહિલા જ સુત્રધાર હોવાની પુરી શંકા હતી. જેથી મોબાઈલ ઈએમઆઈ નંબર આધારે જે નંબર વપરાશમાં હતો તે મળ્યો હતો. જે નંબરના સીડીઆર ચેક કરતા મયુર સાથે તા.૮ના રાત્રી દરમિયાન સતત કોન્ટેક્ટ નીકળ્યા હતા. પોલીસ ક્રુર કિરણને પોલીસની પરિભાષામાં પરચો બતાવતા અંતે ભાંગી પડી હતી અને આખી સાચી સ્ટોરી પોલીસ સમક્ષ વર્ણવી હતી. જેના આધારે મયુરને ઉઠાવી લેવાયો હતો અને મયુરે પણ પરેશની હત્યાની કબુલાત આપી હતી.મયુરે પરેશને છોડી પણ દીધો હતો, કિરણે ઉશ્કેરતા પાછો ગયોને પુરૃ કર્યુઘટનાની રાત્રે મયુર પરેશને કોઠારીયા સોલવન્ટ તરફ લઈ ગયો ત્યાં રસ્તામાં પાણીનો અવેડો હોય પરેશે બાઈક ઉભુ રખાવ્યું અને અવેડામાં ન્હાવા પડયો હતો. એક સમયે મયુરનો હત્યાનો જીવ ન ચાલતા પરેશેને રેઢો મુકી નીકળી ગયો હતો પરંતુ ફરી કિરણનો ફોન આવ્યો અને શું થયું પુછતાં મયુરે પોતે નીકળી ગયાનું કહ્યું હતું જેથી કિરણ મયુર સાથે પણ ઝગડવા લાગી અને બંનેના સબંધો વચ્ચેની ધમકી આપતા મયુર ગભરાઈ ગયો હતો અને પરેશ પાસે પરત ફર્યો હતો.અવેડામાંથી બહાર નીકળીને રોડ પર ઉભેલા પરેશે *મને મુકીને કેમ ચાલ્યો ગયો હતો* કહીં ગાળો દીધી હતી. પ્રેયસીનું દબાણ અને પરેશે ગાળો આપતા ખુન્નસે ભરાયેલો મયુર પરેશને બગલ વચ્ચે દબાવી ખેંચીને રસ્તાથી અંદર લઈ ગયો હતો જ્યાં પછાડી દઈ છાતી પર બેસી બે હાથથી ગળુ દબાવીને હત્યા નિપજાવી હતી. હત્યા બાદ મયુરે પોતાનું સીમકાર્ડ કાઢીને ફેંકી દીધું હતું.


Download Our B K News Today App



Related News