બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના: કંટેનર ડેપોમાં બ્લાસ્ટ થયો, અત્યાર સુધીમાં 35 લોકોના થયા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 12:53:51
  • Views : 330
  • Modified Date : 2022-06-05 12:53:51

 

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના

કંટેનર ડિપોમાં આગ ફાટી નિકળી

અત્યાર સુધીમાં 35 લોકોના થયા મોત

 

બાંગ્લાદેશના ચટગામમાં એક શિપિંગ કંટેનર ડિપોમાં મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે મોડી રાતે અહીં ભીષણ આગ લાગી ગઈ હતી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઈ ગયા છે. મરનારા લોકોમાં 5 ફાયરના જવાનો પણ સામેલ છે. 300થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોની સંખ્યા હજૂ પણ વધી શકે છે. સરાકરી મેડિકલ કોલેજમાં તૈનાત એક પોલીસ કર્મીએ પ્રકારની જાણકારી છે કે, અત્યાર સુધીમાં 35 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. 

 

અકસ્માત ચિત્તાગોંગના સીતાકુંડ ઉપ-જિલ્લાના કદમરસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડેપોમાં થયો હતો. ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ અધિકારી નૂરુલ આલમના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ યુનિટના કર્મચારીઓ આગ ઓલવવામાં વ્યસ્ત હતા ત્યારે રાત્રે 11:45 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફેલાઈ ગઈ. કન્ટેનરમાં કેમિકલ હોવાથી આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આજુબાજુના ઘરો હલી ગયા. અનેક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા.

Download Our B K News Today App



Related News