Mahindra Tharને ટક્કર આપવા આવી રહ્યું છે, Maruti Suzuki Gypsyનું નવુ વર્ઝન Jimny, જાણો શું હશે સુવિધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 14:26:19
  • Views : 1200
  • Modified Date : 2022-05-28 14:26:19


મારુતિ સુઝુકી જિપ્સીને ટૂંક સમયમાં એક નવા નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. કંપની જીમ્ની નામથી નવી ઑફ-રોડ SUVને વેંચશે અને તાજા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, જિમ્નીનું 5-ડોર વેરિઅન્ટ ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. દેશી માર્કેટમાં SUVનો મુકાબલો 5 દરવાજા વાળી આગામી મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાથી થવા વાળી છે. રિપોર્ટમાં પણ સામે આવ્યું છે કે નવી જીમ્ની બે બેઠક વ્યવસ્થામાં ઓફર કરવામાં આવશે જેમાં 5-સીટર અને 7-સીટરનો વિકલ્પ પણ શામેલ છે. 


2020 ઓટો એક્સપોમાં પ્રસ્તુત કરવામાં આવી 
કંપનીએ હાલિયા ડીલર્સ કોનફ્રેંસમાં જાણકારી સૌને આપી છે. SUVને 2020 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવ્યું હતુ અને રિપોર્ટસમાં સામે આવ્યું છે કે, ભારતમાં જિમ્નીનો ડોર 5 દરવાજા વાળા મોડલ લોન્ચ કરવામાં આવશે. SUVનો 5 દરવાજા વાળો મોડલ 3 - ડોર જિમ્નીના મુકાબલે 300 મિમી લાંબુ છે. અને મોડલ 4 - મીટરથી ઓછી લંબાઈ સાથે કોમ્પેક્ટ SUV સેગમેંટમાં લોન્ચ કરવામાં આવશે. SUV પોર્ટફોલિયોને મજબૂત કરવાની યોજના હેઠળ, કંપની દેશમાં જીપ્સીને નવા નામથી રજૂ કરવા જઈ રહી છે.


 


1.5-લિટર K15B પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ હશે
નવી જિમ્ની 12-વોલ્ટની માઈલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલ 1.5-લિટર K15B પેટ્રોલ એન્જિન મળશે. એન્જિન છે જે Vitara Brezza, Ciaz, Ertiga અને S-Cross જેવી કારમાં પણ આપવામાં આવી રહ્યું છે. એન્જિન 102 Bhp પાવર અને 138 Nm પીક ટોર્ક બનાવે છે. કંપની એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવા જઈ રહી છે. નવી જિમ્ની,4 મીટરથી નાની હોવા છતાં,તેના શક્તિશાળી એન્જિનને કારણે લો-એક્સાઇઝ શ્રેણીમાં નહીં આવે. 


ભારતમાં બની રહ્યું છે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ મોડલ 
મારુતિ સુઝુકી ભારતમાં નવી જિમ્નીના 3-દરવાજાના મોડલનું ઉત્પાદન કરી રહી છે અને લગભગ એક વર્ષથી તે વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. અત્યારે કારનું લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ મોડલ ભારતમાં બનાવવામાં આવી રહ્યું છે અને કંપની ટૂંક સમયમાં ભારતમાં પણ તેનું રાઇડ-હેન્ડ ડ્રાઇવ વર્ઝન બનાવશે. SUV 4-વ્હીલ ડ્રાઇવ વિકલ્પ સાથે આવશે અને તેનો મુકાબલો મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખા જેવી ઘાકડ કારો સાથે થવા જઈ રહ્યું છે. જો કે જિમ્નીની પોતાની એક ઓળખ છે તેથી તે સ્પર્ધામાં આવા પર તે ક્યાંય પણ પાછી પડે તેમ નથી.


 


 


Download Our B K News Today App



Related News