વિદેશીઓની સરખામણીએ ભારતીયોના મગજનો આકાર નાનો હોય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 13:07:38
  • Views : 497
  • Modified Date : 2019-10-31 13:07:38

પશ્ચિમી દેશોમાં રહેતા લોકોની સરખામણીએ ભારતના લોકોના મગજનો આકાર થોડો નાનો છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસ હૈદરાબાદ IITમાં થયો છે અને ન્યુરોલોજી ઈન્ડિયા નામની જર્નલમાં પ્રકાશિત થયો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વ અને પશ્ચિમના લોકોની સરખામણીએ ભારતીય લોકોનાં મગજની લંબાઈ, પહોળાઈ અને ઘનત્વ નાનું છે.

આ અભ્યાસ દરમિયાન હૈદરાબાદ IIT દ્વારા પહેલીવાર ઈન્ડિયન બ્રેન એટલસ તૈયાર કરવામાં આવ્યો છે. આ સંશોધન અલ્ઝાઇમર અને મગજ સાથે સંકળાયેલ બીમારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ અભ્યાસ પછી મગજ સાથે સંકળાયેલ બીમારીઓ અને તકલીફોને સમજવામાં મદદ મળશે. આ રિસર્ચ કરવા માટે સંશોધકોએ 21-30 વર્ષ વયના 100 યુવાન તંદુરસ્ત પુખ્ત વયના (50 પુરુષો અને 50 સ્ત્રી) ભારતીયોનું પરીક્ષણ કર્યું. અભ્યાસમાં તમામ ભાગ લેનારાઓની સાયકોલોજીકલ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની તપાસ કરવામાં આવી હતી. હૈદરાબાદની ત્રણ જુદી જુદી હોસ્પિટલોમાં આ વિષયોના MRI સ્કેન કરવામાં આવ્યા હતા.

આ અભ્યાસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદ (IIT-H)ના સંશોધકોએ કર્યો છે. આ અબ્યાસ બાદ સંશોધકોનું કહેવું છે કે ભારતીય લોકોનાં મગજનું કદ થોડું નાનું છે. આ વાત અલગ-અલગ સ્કેનમાં સામે આવી છે. આ સંશોધન માટે સંશોધકોએ MRI ફોટાને પ્રિલોડેડ MNI ફોટા સાથે સરખામણી કરી અને આ પરિણામ પર પહોંચ્યા.

Download Our B K News Today App



Related News