લૂંટના આરોપીઓને ઝડપી પાડતી સુરેન્દ્રનગર પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 14:10:18
  • Views : 562
  • Modified Date : 2020-02-12 14:10:18

લૂંટના આરોપીઓને ઝડપી પાડતી સુરેન્દ્રનગર પોલીસ 

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની માધવલાલ મગનલાલ આંગડીયા પેઢીની ઓફિસમાં અજાણ્યા માણસો ઘૂસીને પેઢીના કર્મચારીને માથાના ભાગે હુમલો કરી ૧,૬૦,૦૦૦ ની લૂંટ કરી હતી

સુરેન્દ્રનગરના ટાવરવાળા મેઇન રોડ ઉપર આવેલ માધવલાલ મગનલાલ આંગડીયા પેઢીની ઓફિસમાં કેટલાંક અજાણ્યા સખ્શો દ્વારા આંગડીયા પેઢીના કર્મચારીને માથાના ભાગે ગંભીર ઇજા કરી રૂ. ૧,૬૦,૦૦૦ની લૂંટ કરી નાશી ગયા હતા. આમ આ બાબતે સુરેન્દ્રનગર સીટીએ ડીવી.પો. સ્ટેમાં આઇપીસી. કલમ- ૧૯૭, ૧૧૪, જી.પી. એકટ કલમ- ૧૩૫ મુજબનો ગુન્હો નોંધી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા માટે 

પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર, 

પોલીસ અધિક્ષક રોફાલી બરવાલ દ્વારા સૂચનાના આધારે નાયબ 

પોલીસ અધિક્ષક આર.બી. દેવધાએ લૂંટ કેશના 

આરોપીઓને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર સીટીએ ડીવી પો. સ્ટેની બે ટીમ બનાવેલ અને ત્રણેય ટીમો દ્વારા આ કામની બનાવની જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ આધારે તેમજ ટેકનીકલ સોર્સની મદદથી લૂંટને અંજામ આપનાર 

આરોપીઓ ઘનશ્યામભાઇ રમણીકભાઇ સતાપરા અને 

પંકજભાઈ હિરાલાલ રાજગોરને ટેકનીકલ સોર્સથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News