મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં હવે વિધાનસભા ડેપ્યુટી સ્પીકરની એન્ટ્રી, એકનાથ શિંદેની મોટી માગ ફગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 15:29:35
  • Views : 246
  • Modified Date : 2022-06-25 15:29:35

 

મહારાષ્ટ્રની રાજકીય કટોકટીમાં નવો વળાંક

એકનાથ શિંદેને મોટો ઝટકો

ડેપ્યુટી સ્પીકરે ફગાવી અવિશ્વાસની દરખાસ્ત 

મુંબઈમાં પણ કલમ 144 લાગુ 

 

શિવેસેનાના બાગી જૂથને એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે એકનાથ શિંદેની અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દીધી છે. શિવસેનાના બાગી જૂથ દ્વારા ઉદ્ધવ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી જેને ડેપ્યુટી સ્પીકર દ્વારા ફગાવી દેવામાં આવી હતી. 

 

16 બળવાખોર ધારાસભ્યોને નોટિસની સંભાવના 
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર ટૂંક સમયમાં 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપે તેવી સંભાવના છે, જેમની લાયકાતને રદ કરવાની માંગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોટિસો તૈયાર છે અને ટૂંક સમયમાં ધારાસભ્યોને મોકલવામાં આવી શકે છે. અયોગ્યતાની કાર્યવાહી કરી શકાય છે કે નહીં તે અંગે કાનૂની અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

મુંબઈ અને ઠાણેમાં કલમ 144 લાગુ
રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અરાજકતાની વચ્ચે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઠાણે અને મુંબઈમાં કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. 

 

થાણેમાં એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ

મહારાષ્ટ્રના થાણેમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેઓ હાલમાં રાજ્યના અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલમાં રોકાયા છે.

 

થાણેમાં રાજકીય સરઘસ નહીં કાઢી શકાય 
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે  આગામી 30 જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.

 

Download Our B K News Today App



Related News