કચ્છમાં ઘુસ્યા PAK કમાન્ડો, નેવીએ ગુજરાતના બંદરોને કર્યા એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 13:04:18
  • Views : 882
  • Modified Date : 2019-08-29 13:04:18

નેવીએ ગુજરાતના તમામ બંદરોની સુરક્ષાને લઇને એલર્ટ આપ્યું છે. તટરક્ષક સુરક્ષાબળોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. નેવી પ્રમુખે પોતાના એલર્ટમાં કહ્યું કે પાકિતાની કમાન્ડો કચ્છમાં ઘુસી શકે છે.આ કારણે તટરક્ષક સુરક્ષાબળ એલર્ટ પર છે. અગાઉ પણ નેવીએ પોતાના તમામ યુદ્ધજહાજોને એલર્ટ પર રાખ્યાં હતા. ગુજરાતના કંડલા બંદરની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની કમાન્ડો કચ્છ ક્ષેત્રના દરિયાઇ માર્ગે ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી શકે છે. અહીં સાંપ્રદાયિક સદ્ભાવમાં ખેલલ પાડી શકે છે અથવા ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપી શકે છે.


Download Our B K News Today App



Related News