PAK ક્રિકેટ ફિટનેસના નામે 'ઢ'!:110 કિલોના આઝમ ખાને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું, સોશિયલ મીડિયામાં ફેન્સે મજાક ઉડાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-17 15:06:33
  • Views : 560
  • Modified Date : 2021-07-17 15:11:05

       પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર મોઇન ખાનના પુત્ર આઝમ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. તેણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની T-20 સિરીઝની પહેલી મેચમાં 5* રન બનાવ્યા છે. આ મેચમાં આઝમ ખાન તેના વજનને લઇને ચર્ચામાં રહ્યો હતો. સોશિયલ યુઝર્સે વિવિધ પોસ્ટ શેર કરીને આઝમની મજાક ઉડાવી હતી.આઝમ ખાન પહેલેથી જ પોતાની આક્રમક બેટિંગને કારણે ચર્ચામાં હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મેચ વિનિંગ સ્કોર્સ પણ કર્યા છે. આઝમ ખાન પોતાની ફિટનેસને કારણે નેશનલ ટીમમાં સ્થાન મેળવી શકતો નહોતો.પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉનના જણાવ્યા પ્રમાણે, 12 મહિનામાં આઝમે 30 કિલો વજન ઘટાડ્યું છે. આઝમનું વજન પહેલાં 140 કિલો હતું, પછી તેણે મહામહેનતે 1 વર્ષમાં વજન ઘટાડ્યું.22 વર્ષીય આઝમ ખાન નેશનલ ટીમ તરફથી રમનારો 5મો પાકિસ્તાની ખેલાડી છે, જેના પિતા ક્રિકેટર રહી ચૂક્યા છે. આની પહેલાં મોહમ્મદ-મુદ્સ્સર નઝર, હનીફ મોહમ્મદ-શોએબ મોહમ્મદ, માઝિદ ખાન-બાજિદ ખાન, અબ્દુલ કાદિર- ઉસ્માન કાદિર પાકિસ્તાની ટીમ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News