જલ્દી કરો આ 5 દિવસ મળશે બજાર ભાવ કરતાં સસ્તું સોનું, સરકારે બહાર પાડી આ યોજના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 13:56:07
  • Views : 1054
  • Modified Date : 2019-09-07 13:56:07

સમયાંતરે મોદી સરકાર એક ખાસ યોજનાના આધારે બોન્ડની મદદથી સસ્તું સોનું ખરીદવાનો અવસર આપે છે. આ યોજનાની નવી સીરિઝની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આવો જાણીએ આ યોજના અને કઈ રીતે તમે ખરીદી શકો છો સસ્તું સોનુંવર્ષ 2015માં મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાની સીરિઝના આધારે સમયાંતરે લોકોને ગોલ્ડ બોન્ડ ખરીદવાનો અવસર આપવામાં આવે છે. આ ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલી રહેલા સોનાના રેટથી ઓછી હોય છે. જો કે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની કિંમત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફથી નક્કી કરવામાં આવે છે.9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે સીરિઝહવે આ સીરિઝ સોમવાર એટલે કે 9 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને તે 13 સપ્ટેમ્બરે પૂરી થશે. આ વખતે ગોલ્ડ બોન્ડની કિંમત 3890 રૂપિયા પ્રતિગ્રામની રાખવામાં આવી છે.  જો માર્કેટની વાત કરીએ તો ગોલ્ડની કિંમત 3927 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ રીતે ગોલ્ડ બોન્ડની કિંમત 37 રૂપિયે પ્રતિ ગ્રામ ઓછી છે. સાથે જ ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવાથી 50 રૂપિયે પ્રતિ ગ્રામની છૂટ આપવામાં આવશે. એટલે કે સોના પર 87 રૂપિયા પ્રતિ ગ્રામની રાહત મળશે. આ છે શરતોજો કે સ્કીમના આધારે બોન્ડ ખરીદવાની કેટલીક શરતો પણ છે. કોઈ પણ વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે

Download Our B K News Today App



Related News