વ્હોટ્સએપ યુઝર્સ આનંદો, એપમાં જાહેરખબરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 16:42:50
  • Views : 1291
  • Modified Date : 2020-01-17 16:42:50

ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્સ્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં થોડા સમય માટે જાહેરખબરો (એડવર્ટાઈઝમેન્ટ) પ્રસારિત કરવા પર રોક લગાવવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ પર જાહેરખબરો પ્રસારિત કરવા માટે કામ કરતી ટીમને તેમનું કામ અટકાવવા માટે કહેવામાં આવ્યું છે.વ્હોટ્સએપના તાજેતરના સ્ટ્ર્ક્ચર પરથી કંપનીને ડાયરેક્ટ કોઈ કમાણી ન થતી હોવાથી ઇન્સ્ટાગ્રામની જેમ વ્હોટસએપમાં જાહેરખબરો પ્રસારિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2019માં કંપનીએ એક માર્કેટિંગ સમિટ દરમિયાન વ્હોટ્સએપમાં જાહેરખબરો પ્રસારિત કરવાની જાહેરાત કરી હતી.(ધ વોલ સ્ટ્રીટ જર્નલ)ના રિપોર્ટ મુજબ, વ્હોટ્સએપમાં જાહેરખબરો માટેના કોડને એપ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. જોકે કંપનીએ આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.જોકે કંપનીએ જાહેરખબરો પ્રસારિત કરવાના નિર્ણય પર કાયમ માટે પૂર્ણવિરામ મૂક્યું નથી, બલકે તેને માત્ર થોડા સમય સુધી મુલતવી રખાયો છે. અમેરિકાની આર્થિક પત્રિકા ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. વર્ષ 2014માં વ્હોટ્સએપને 1.56 અબજ રુપિયામાં ફેસબુકે ખરીદી હતી. ત્યારબાદ જાહેરખબરો પ્રસારિત કરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદોને કારણે એપના ફાઉન્ડર બ્રાઇન અને તે સમયના CEO અને કો-ફાઉન્ડર જેન કોઉમે વર્ષ 2017માં પોતાનો હિસ્સો લઈને વ્હોટ્સએપને અલવિદા કહી દીધું હતું.

Download Our B K News Today App



Related News