ટેક્સાસમાં માસૂમ વિદ્યાર્થીઓ વીંધાયાં:ટેક્સાસમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 18 બાળક સહિત 21નાં મોત; રાષ્ટ્રીય શોક જાહેર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-25 12:15:29
- Views : 342
- Modified Date : 2022-05-25 12:15:29
અમેરિકન ગન કલ્ચરની વરવી સાબિતીરૂપે બનેલી એક ઘટનામાં ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષીય એક શૂટરે 18 બાળક અને 3 શિક્ષકને ગોળીઓથી વીંધી નાખીને મોતને ઘાટ ઉતારી દીધા છે. 13 બાળક, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસકર્મીઓ પણ આ ગોળીબારમાં ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ હુમલાખોર પણ જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર યુવક પોતાના વાહનમાંથી નીકળીને સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઇફલ હતી.
ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગની આ ઘટના કનેક્ટિકટમાં 2012માં થયેલા ફાયરિંગને મળતી આવે છે. કનેક્ટિકટના ન્યુટાઉનમાં સેન્ડી હૂક એલિમેન્ટરી હાઈસ્કૂલમાં 14 ડિસેમ્બર 2012ના રોજ 20 વર્ષીય એક યુવકે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને તેમાં 20 બાળકો સામેલ હતાં. આ અમેરિકાના ઈતિહાસનું સૌથી ભયાનક માસ શૂટિંગ હતું.
ટેક્સાસ સ્કૂલ ફાયરિંગમાં અત્યારસુધીમાં શું સામે આવ્યું, સૌથી મહત્ત્વના પોઈન્ટ
ઘટના પછી અમેરિકામાં 4 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.
જે હુમલાખોરને માર્યાનો દાવો પોલીસ અધિકારી કરી રહ્યા છે એ યુવાલ્ડે હાઈસ્કૂલનો વિદ્યાર્થી રહ્યો હોવાનું જણાવાયું છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટના કહેવા પ્રમાણે શંકાસ્પદ હુમલાખોરની ઓળખ સાલ્વાડોર રામોસ તરીકે થઈ છે અને એ યુવાલ્ડેનો જ રહેવાસી છે.
અધિકારીઓએ કહ્યું હતું કે હુમલાખોરે સ્કૂલમાં ફાયરિંગ અગાઉ પોતાની દાદીને પણ ગોળી મારી હતી. દાદીને એરલિફ્ટ કરવામાં આવ્યાં છે, જેમની હાલત ખૂબ ગંભીર છે.
ટેક્સાસમાં ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોનાં શોકમાં અમેરિકાની તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પર શંકાસ્પદ આરોપી વિશે હજી ચોક્કસ ખુલાસો નથી થયો
ટેક્સાસ ગવર્નર એબોટે જ્યારે જણાવ્યું કે, આરોપીની ઓળખ સલ્વાડોર રામોસ તરીકે થઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થયો છે. આ ઈન્સ્ટાગ્રામ પેજ સલ્વાડોર રામોસનું માનવામાં આવે છે. આ સિવાય પેજ પર રાઈફલનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, આ જ ટેક્સાસ ફાયરિંગનો શંકાસ્પદ વ્યક્તિ છે. જોકે આ તસવીર વિશે હજી ઓફિશિયલ ખુલાસો થયો નથી. આ ઈન્સ્ટાગ્રામ પેજ પણ આ દુર્ઘટનાના થોડા સમય પછી હટાવી દેવામાં આવ્યું હતું.
ટેક્સાસના ઉવાલ્ડેમાં આવેલી રોબ એલીમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષના યુવકે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ્ટે જાણકારી આપતાં કહ્યું હતું કે આ ફાયરિંગની ઘટનામાં 21 લોકોનાં મોત થયાં છે, જેમાં 18 ભૂલકાં અને 3 શિક્ષકનો સમાવેશ થાય છે. જોકે એક સ્થાનિક હોસ્પિટલે એમ જણાવ્યું હતું કે બે વ્યક્તિનાં મોત થયાં છે અને ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની સ્પષ્ટ વિગતો હજુ આવી રહી છે.
હુમલાખોર ઉવાલ્ડે હાઈસ્કૂલનો હતો પૂર્વ વિદ્યાર્થી
ટેક્સાસ પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરનું પણ જવાબી કાર્યવાહીમાં મોત થયું છે. અંધાધૂંધ ગોળીબાર કરનારો આ હુમલાખોર યુવક પણ ઉવાલ્ડે હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ટેક્સાસના ઉવાલ્ડેની સ્કૂલમાં બનેલી ગોળીબારની ઘટનામાં 14 માસૂમ વિદ્યાર્થી સહિત 15 લોકોનાં મોતથી અમેરિકી સરકારમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના બાદ સેનેટર જોન કોર્નિન ટેક્સાસ જવા રવાના થયા છે. તેમણે કહ્યું હતું કે ટેક્સાસ તેમનું હોમ સ્ટેટ છે અને તેઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના ખોફનાક છે. તેઓ ટેક્સાસની આ સ્કૂલની ઘટના પાછળનો હેતુ શું હતો એ જાણવાની કોશિશ કરશે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જિન-પિયરે એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડન ટેક્સાસની સ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના અંગે આજે રાત્રે 8.15 વાગ્યે બ્રિફ આપશે. ટ્વીટમાં જણાવ્યું હતું, ‘રાષ્ટ્રપ્રમુખ બાઈડન એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારની ખોફનાક ઘટના અંગે બ્રીફ આપશે. તેમની પ્રાર્થના આ ભયાનક ઘટનાથી પ્રભાવિત પરિવારોની સાથે છે. તેઓ આજે રાતે જાપાન પ્રવાસથી વ્હાઈટ હાઉસ પરત આવ્યા પછી સંબોધન કરશે.’ વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરીના અનુસાર, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ટેક્સાસની આ ઘટના અંગે બ્રીફ આપશે.
કમલા હેરિસે કહ્યું- આપણામાં એક્શન લેવાનું સાહસ હોવું જોઈએ
અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે. હેરિસે કહ્યું કે, હને બહુ થઈ ગયું, એક દેશ તરીકે આપણી પાસે કાર્યવાહીનું સાહસ હોવું જોઈએ અને એક સ્ટેન્ડ લેવાનું સાહસ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ ફરી ના થાય તે માટે એક યોગ્ય પબ્લિક પોલિસી બનવી જોઈએ.
અમેરિકામાં ગન કલ્ચરથી હત્યાઓનો સિલસિલો યથાવત્
હજુ નવ દિવસ પહેલાં જ ન્યૂયોર્કના બફેલોમાં 18 વર્ષીય શ્વેત હુમલાખોર પેટન ગેનડ્રોને એક સ્ટોરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. હેટ ક્રાઈમની ઘટનામાં અશ્વેત લોકોને નિશાન બનાવ્યા હતા.
ટેક્સાસમાં છાશવારે ગોળીબારની બનતી ઘટનાઓ
અમેરિકાના ટેક્સાસમાં 3 વર્ષ અગાઉ મિડલેન્ડ અને ઓડેસા શહેરની વચ્ચે થયેલા ગોળીબારમાં 5 લોકોનાં મોત થયાં હતાં અને 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરો બાઈક પર આવ્યા હતા અને પોસ્ટ વિભાગનું વાહન હાઇજેક કર્યું હતું અને પછી આસપાસના લોકો પર આડેધડ ગોળીબાર કર્યા હતા.
અમેરિકી એજન્સી એફબીઆઈના આંકડા મુજબ, એક વર્ષમાં અમેરિકામાં હેટ ક્રાઈમ 30 ટકા વધ્યો. 2020માં હેટ ક્રાઈમની 11129 અને 2019માં 8559 ઘટનાઓ બની હતી. અમેરિકામાં અશ્વેતો પર હુમલાની ઘટનાઓમાં પણ 45 ટકાનો વધારો નોંધાયો છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 198
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 162
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 215
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 86
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 179
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 124
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 140
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 96
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 94
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 106
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 84
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97



