ભારત પાવરફુલ દેશ, અમારા માટે ખૂબ જ કિંમતી : હિન્દુસ્તાનની મુલાકાત પહેલા બ્રિટિશ પીએમ ઉત્સાહમાં દેખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 12:10:16
  • Views : 249
  • Modified Date : 2022-04-18 12:10:16

 

21 અને 22 તારીખે ભારત આવી રહ્યા છે બ્રિટિશ પીએમ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી

બંને દેશને લઈને કહી દીધી આ વાત

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બ્રિટેન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. હાલમાં જ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન યુક્રેનની મુલાકાતે ગયા હતા, ત્યાં તેમણે રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. હવે તેઓ 21 અને 22 એપ્રિલના રોજ ભારતની મુલાકાત પર આવશે. આ અગાઉ તેમણે આ મુલાકાતને લઈને કેટલાય ટ્વિટ કર્યા છે. સાથે જ ભારત અને બ્રિટેનના સંબંધને મહત્વના ગણાવ્યા હતા.

 

બોરિસ જોનસને ટ્વિટ કરીને લખ્યું છે. આ અઠવાડીયે બે દેશો વચ્ચે દીર્ઘકાલિક ભાગીદારીનો વધારે મજબૂત કરવા માટે ભારતની મુલાકાતે જઈશે. અમે નિરંકુશ દેશો પાસેથી પોતાની શાંતિ અને સમૃદ્ધિ માટે ખતરાનો સામનો કરી રહ્યા છે. એટલા માટે મહત્વનું છે કે, લોકતંત્ર અને મિત્ર એક સાથે રહે. તેમણે આગળ લખ્યું છે કે, ભારત એક મુખ્ય આર્થિક શક્તિ અને દુનિયાનો સૌથી મોટા લોકતંત્ર અને મિત્ર એક સાથે રહે. તેમણે આગળ લખ્યું છે કે, ભારત એક મુખ્ય આર્થિક શક્તિ અને દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે, આ અનિશ્ચિત સમયમાં યુકે માટે એક અત્યંત મૂલ્યવાન રણનીતિક ભાગીદારી છે. 

અંતિમ ટ્વિટમાં જોનસને લખ્યું છે કે, ભારતની મારી યાત્ર એ વસ્તુઓનું પ્રદાન કરશે, જે અમારરા બંને દેશોના લોકો માટે હકીકતમાં મહત્વના છે. રોજગાર, અને આર્થિક વિકાસને લઈને ઉર્જા સુરક્ષા અને રક્ષા સુધી.

22 તારીખે પીએમ મોદી સાથે મુલાકાત

બોરિસ જોનસનના કાર્યાલયના જણાવ્યા અનુસાર તે અને પ્રધાનમંત્રી મોદી 22 એપ્રિલે દિલ્હીમાં બેઠક કરશે. ગત વર્ષે પણ તેમનો ભારતનો પ્રવાસ નક્કી હતો, પણ કોરોના મહામારીના કારણે તેને રદ્દ કરવો પડ્યો હતો. પોતાના પ્રવાસ દરમિયાન બ્રિટિશ પીએમ એક મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવા પર ભાર આપશે. તેમના કાર્યાલયે એવું પણ કહ્યું કે, આ વેપાર કરારની ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, 2035 સુધી બ્રિટેનના કુલ વેપારમાં વાર્ષિક 28 બિલિયન પાઉંડ સુધીનો વધારો થશે.

 

 

Download Our B K News Today App



Related News