ભારત-ભૂતાન વચ્ચે 10 એમઓયુ : આઇટી, શિક્ષણ, પર્યટન, વિજળી ક્ષેત્રે વેગ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:03:01
  • Views : 501
  • Modified Date : 2019-08-18 11:03:01

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનની મુલાકાત લીધી હતી, જે દરમિયાન મોદી અને ભુતાનના વડા પ્રધાન લોટાય ટીશેરિંગ વચ્ચે બેઠક યોજાઇ હતી. વડા પ્રધાન બન્યા બાદ મોદીએ બીજી વખત ભુતાનની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ભારત અને ભુતાનની વચ્ચે 10 જેટલા એમઓયુ થયા હતા. મોદીએ ભુતાનમાં રૂપે કાર્ડ પણ લોંચ કર્યું હતું.

મોદીએ પોતાનું ભવ્ય સ્વાગત કરવા બદલ ભુતાનના વડા પ્રધાનનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે વડા પ્રધાન તરીકેના મારા બીજા કાર્યકાળમાં ભુતાન આવ્યો તે મને બહુ જ ગમ્યુ. બન્ને દેશોના ડેલિગેશન સ્તરની વાતચીત થયા બાદ બન્ને દેશના વડાઓ દ્વારા જારી સંયુક્ત નિવેદનમાં બન્નેએ એકબીજાના વખાણ કર્યા હતા. 

ભારત અને ભુતાન વચ્ચે જે 10 એમઓયુ થયા તેમાં અંતરિક્ષ સંશોધન, ઉડ્ડયન, આઇટી, વિજળી અને શિક્ષણનો સમાવેશ થાય છે. દરમિયાન મોદીએ ભુતાનના સિમટોખા ડ્રોંગમાં મોદીએ ભારતના રૂપેને લોંચ કર્યું હતું, અહીં તેમણે ખરીદી પણ કરી હતી.

 મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને ભુતાનના સંબંધો બન્ને દેશોની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે વધુ મજબુત બનાવવામાં આવી રહ્યા છે. આજે બન્ને દેશોએ વધુ એક ઉંચાઇ પ્રાપ્ત કરી છે. માંગડેછુ પ્રોેજેક્ટને ખુલ્લો મુકીને ભુતાનને વિજળી પુરી પાડવામાં મદદ મળશે, ભુતાનની વિજળી ક્ષમતા હવે વધીને 2000 મેગાવોટને પાર પહોંચી ગઇ છે. મને પુરો વિશ્વાસ છે કે આપણે અન્ય પ્રોજેક્ટ્સને પણ આ જ રીતે આગળ વધારીશું. 

ભારત અને ભુતાન વચ્ચેના હાઇડ્રોપાવર કોર્પોરેશનને લોંચ કર્યાને પાંચ દસકા પુરા થયા, જેને પગલે એક વિશેષ સ્ટેમ્પ રિલીઝ કરવામાં આવી હતી. 2014માં સત્તામાં આવ્યા બાદ પણ મોદીએ ભુતાનની મુલાકાત લીધી હતી. ભુતાનના વખાણ કરતા મોદીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભુતાન એક વિશેષ સ્થાન ધરાવે છે. 

મને બહુ જ આનંદ થાય છે કે આજે મે ભુતાનમાં રૂપે કાર્ડ લોંચ કર્યું છે. આનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત વ્યાપાર અને પર્યટનને પણ ફાયદો થશે. ભુતાન જેવો પાડોશી દેશ દરેકને ગમે, ભુતાનના લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ભારતે એલજીપીની ક્ષમતા પ્રતિ માસ 700થી વધારીને હવે 1000 મેટ્રિક ટન કરી દેવાનો નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News