થાણેના બદલાપુરમાં 2 શાળાની બાળકીઓનું યૌન શોષણ થયું હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-21 19:14:58
  • Views : 183
  • Modified Date : 2024-08-21 19:14:58

કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં તેમજ બદલાપુરમાં 2 બાળકી સાથે યૌન શોષણ થયું છે. ત્યાં વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ શાળાનો શિક્ષક છે. અકોલામાં એક શિક્ષક પર 6 બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ છે. શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ આ મામલે શિક્ષકની ઘરપકડ કરી લેવામાં આવી છે.આરોપી શિક્ષકનું નામ પ્રમોદ મનોહર સરદાર છે. જે કાજીખેડ સ્થિત શાળાનો શિક્ષક છે. આરોપી શિક્ષક પર વિદ્યાર્થીનીઓને પોર્ન ફિલ્મ તેમજ છેડતીનો આરોપ છે. પોલિસે શિક્ષક વિરુદ્ધ તપાસ શરુ કરી છે. પોલીસ મુજબ આરોપી શિક્ષક વિરુદ્ધ POSCO એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 20 ઓગસ્ટના રોજ પીડિત વિદ્યાર્થીનીઓનું નિવેદન લેવામાં આવ્યું હતુ. અકોલા ના એસપી બચ્ચન સિંહે જણાવ્યું કે, 20 ઓગસ્ટના રોજ બાલ કલ્યાણ સમિતિના સભ્ય મનોજ જેસવાલની ફરિયાદ અમને મળી હતી. જેમાં કાજીખેડ જિલ્લાના એક શાળાના શિક્ષક પર 6 વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ છે. આ જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિતાની ફરિયાદ પર 292/24,BNS ની કલમ 74,75 અને POCSO હેઠળ કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની આગળની તપાસ મહિલા પોલીસ કરી રહી છે.કોલકાતાની ઘટનાથી આખે આખો દેશ હચમચી ઉઠ્યો છે. 9 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યે કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, તાલીમાર્થી ડૉક્ટર પર કથિત રેપ અને હત્યાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. દેશભરના ડોક્ટરો અને સેલિબ્રિટીઓ રેપ અને હત્યા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કોલકાતા પોલીસે આ ઘટનામાં આરોપી તરીકે સંજય રોય નામના નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News