હોટલમાં કામ કરતી જેતપુરની યુવતીને રાજકોટ બોલાવી સ્કૂટર પર લઇ જઇ નરાધમે બે મિત્રો સાથે મળી ગેંગરેપ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 17:53:12
  • Views : 563
  • Modified Date : 2020-03-02 17:53:12

જેતપુર પંથકમાં રહેતી યુવતીને કેટરિંગના કામના બહાને બોલાવી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી તેને એક ફ્લેટમાં લઇ જઇ નરાધમ નટુએ તેના બે મિત્ર સાથે મળી યુવતી પર ગેંગરેપ કર્યો હતો. સકંજામાંથી છૂટેલી યુવતી 181ની મદદથી પોલીસ સ્ટેશને પહોંચી હતી.

યુવતીએ પ્રતિકાર કરતાં ત્રણેય શખ્સોએ મારકૂટ કરી હતી

જેતપુર પંથકના ગામમાં રહેતી અને કેટરિંગનું કામ કરતી 35 વર્ષની યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે નટુ નામના શખ્સ અને તેના બે મિત્રના નામ આપ્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કેટરિંગનું કામ કરે છે, થોડા દિવસ પૂર્વે કામ પર હતી ત્યારે નટુ નામના શખ્સે પોતે પણ કેટરિંગનું કામ કરે છે અને સાથે કામ કરશું તેવી વાત કરી હતી, નટુના કહેવાથી રવિવારે સવારે યુવતી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી હતી ત્યારે નટુ ત્યાં સ્કૂટર લઇને આવ્યો હતો અને એક ફ્લેટ પર યુવતીને લઇ ગયો હતો, જ્યાં નટુએ ફોન કરતા બે શખ્સ ધસી આવ્યા હતા અને ત્રણેયે યુવતી સાથે અડપલાં શરૂ કર્યા હતા, યુવતીએ પ્રતિકાર કરતાં તે બેફામ બન્યા હતા અને મારકૂટ કરી ત્રણેયે યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

181ની ટીમ યુવતીને મહિલા પોલીસ સ્ટેશનને લઇ ગઇસામૂહિક દુષ્કર્મથી અર્ધમૂર્છિત જેવી થઇ ગયેલી યુવતીએ હાથ જોડી છોડી દેવા વિનંતી કરતાં ત્રણેયે જવા દીધી હતી. યુવતી રીક્ષામાં બેસી હોસ્પિટલ ચોક સુધી પહોંચી હતી અને ત્યાંથી તેની સહેલીને ફોન કરતા તે પણ ત્યાં દોડી ગઇ હતી. જાણ થતાં 181ના કાઉન્સેલર પિન્કીબેન ભટ્ટી, કોન્સ્ટેબલ નયનાબેન દવે અને પાઇલટ વિશાલભાઇ પહોંચી ગયા હતા અને યુવતીને મહિલા પોલીસમથકે લઇ જવામાં આવી હતી.

યુવતીને લાતો મારી, હાથ-ગળામાં ઉજરડાના નિશાન

યુવતીને ફ્લેટમાં બંધક બનાવી નટુ સહિત ત્રણ શખ્સે બળજબરી શરૂ કરી હતી, લાજ બચાવવા માટે યુવતીએ પ્રતિકાર કરતા ત્રણેયે યુવતીને ફડાકા ઝીંક્યા હતા અને લાતો મારી હતી, ઝપાઝપીમાં યુવતીને ગળા અને હાથના ભાગે નખના ઉજરડા પણ થઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News