જૂનાગઢમાં ફરી એકવાર ખાનગી કંપની શરૂ કરશે હેલીકોપ્ટર સેવા!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 18:11:53
  • Views : 570
  • Modified Date : 2019-09-24 18:11:53

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાદ જ સેવા શરૂ થઈ શકશે
હેલિકોપ્ટર સેવા માટે ઉત્તરણ અને ઉડ્ડયન બંને જગ્યાઓ વનવિભાગની અન્ડરમાં આવે છે એટલે વન વિભાગ દ્વારા એન.ઓ.સી આપવામાં આવશે ત્યારબાદ વિમાની સેવાની મંજૂરી આપવામાં આવશે. 

શું કહે છે જૂનાગઢના કલેક્ટર
ગુજરાત સ્ટેટ એવીએશન કમ્પની છે ગુજસેક કરીને જેણે અમને પ્રાયોગિક ધોરણે ગિરનાર ઉપર જવા માટે હેલીકોપ્ટર સેવા ચાલુ કરવા અંગેની અરજી કરી હતી. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી, પોલીસ ખાતા તરફથી પણ આ અંગેના અભિપ્રાયો મંગાવ્યા છે. - સૌરભ પારધી, જિલ્લા કલેકટર(જૂનાગઢ)
 
અંબાજીના મહંતનો શું છે અભિપ્રાય
ગિરનારની ટોચ ઉપર આવેલ અંબાજી માતાના મંદિરના મહંત કહે છે કે જૂનાગઢ એક ધાર્મિક નગરી છે દેશ અને વિદેશના અનેક ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ગિરનાર પર્વત ચઢવા વધુ ઉત્સુક હોય છે અને જો સરકાર આ અંબાજી સુધી હેલિકોપટર ની મંજૂરી આપે તો સારી વાત કહેવાય અને અગાઉ પણ 2006માં જફર મેદાન થી અંબાજી સુધી હેલિકોપટર જતું અને હાલ પણ ગિરનાર ઉપર હેલીપેડનું મેદાન પણ મોજુદ છે અમારી પણ લાગણી છે કે સરકાર દ્વારા અને વન વિભાગ દ્વારા વહેલી તકે મંજૂરી આપવામાં આવે. - તનસુખગિરી બાપુ મહંત ગિરનાર અંબાજી

9999 પગથિયા ચઢીને ગિરનાર ચઢાણ છે કાઠુ
બાળકો, વૃધ્ધો અને મહિલાઓ માટે ગિરનારનું ચઢાણ કપરું છે. કેમ કે, 9999 પગથિયા ઠેકીને ગિરનારની ટોચ ઉપર પહોંચવાનું સપનું હેલિકોપ્ટરની સાથે શક્ય થઈ શકે છે. 

પહેલા ક્યારે શરૂ કરાઈ હતી હેલિકોપ્ટર સેવા, કેટલુ હતુ ભાડુ
જૂનાગઢમાં 2006માં પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. જફર મેદાનથી અંબાજી મંદિર સુધીની હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં રૂા. 7000 ભાડુ રાખવામાં આવ્યું હતુ. 
કોણે શરૂ કરી હતી અગાઉ હેલિકોપ્ટર સેવાઓ
અગાઉ પવન હંસ અને હેકન કંપની દ્વ્રારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ હતી. પણ બહુ લાંબી ન ચાલી. 
કેમ બંધ કરાઈ સેવા
રૂા. 7000 જેટલું માતબર ભાડુ પ્રવાસીઓને પરવડતુ ન હોવાને કારણે કંપનીઓએ  પીછેહઠ કરવી પડી હતી. આ હેલિકોપ્ટર કંપનીઓને કારણે હાલ પણ ત્યાં હેલિપેડ બનેલા છે. 

Download Our B K News Today App



Related News