વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પૂર્વે રાજ્યમાં એકબાદ એક દિગ્ગજ કેન્દ્રીય નેતાઓના સતત ગુજરાત આવી રહ્યાં છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 16:09:31
  • Views : 412
  • Modified Date : 2022-08-21 16:09:31


તમામ પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવાઇ છે. ત્યારે મિશન 2022ને લઇને હવે રાહુલ ગાંધી પણ આગામી સપ્તાહે ગુજરાત આવશે. રાહુલ ગાંધી અને મહાસચિવ કે.સી વેણુગોપાલ ગુજરાત આવશે. ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઇને આવતીકાલે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત આવશે. જેઓ અમદાવાદમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરશે.


PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ આવશે ગુજરાત

બીજી બાજુ PM મોદી પણ ફરીવાર ગુજરાત આવશે. PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 27 ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં PM મોદી જનસભાને સંબોધન કરશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છની મુલાકાત લેશે. 28 ઓગસ્ટે PM મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. અહીં ભુજમાં પણ PM મોદી જનસભાને સંબોધિત કરશે. PM મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનું ઉદ્ઘાટન કરશે


અરવિંદ કેજરીવાલ પણ 23 ઓગસ્ટે આવશે ભાવનગરની મુલાકાતે

તો આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ફરી ગુજરાત આવશે. 23 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ ભાવનગરની મુલાકાતે આવશે.


આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે

નોંધનીય છે કે, રાજ્યમાં આગામી થોડા મહિનાઓમાં જ વિધાનસભા ચૂંટણી આવશે અને વિધાનસભા ચૂંટણીના પડઘમરૂપે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ પક્ષોએ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં સતત કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે આજે પણ ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.


રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ સંતોષ અને CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઇ. જેમાં કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બી.એલ સંતોષે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. તેમજ વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 2022માં સોશિયલ મીડિયા અને IT સેલની કેવી તૈયારી છે તે અંગે પણ ચર્ચા કરાઇ હતી.


Download Our B K News Today App



Related News