જીએસટી કલેક્શન ડિસેમ્બરમાં 149507 કરોડ થયું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 15:18:38
  • Views : 478
  • Modified Date : 2023-01-02 15:18:38

ડિસેમ્બર 2022 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન 1,49,507 કરોડ રૂપિયા રહ્યું છે, જે ડિસેમ્બર 2021માં 1,29,780 કરોડ રૂપિયાથી 15 ટકા વધારે છે. અત્રે નોંધનીય છે કે, આ સતત ૧૦મો મહિનો છે જ્યારે જીએસટી મહેસૂલ આવક ૧.૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. એપ્રિલ 2022માં જીએસટી કલેકશન લગભગ 1.68 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઇએ પહોંચ્યું હતું. ઓકટોબરમાં બીજા ક્રમનું સૌથી વધુ કલેકશન 1.52 લાખ કરોડ રૂપિયાનું હતું. આમ, જીએસટીની આવકથી સરકારની તિજોરી જોરશોરથી ભરાઇ રહી છે.
નાણાં મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ ડિસેમ્બરમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) 26,711 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 33,357 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) 78,434 કરોડ રૂપિયા હતો, જેમાં આયાત પર 40,263 કરોડ રૂપિયાના ટેક્સનો સમાવેશ થાય છે. સેસ 11,005 કરોડ રૂપિયા રહ્યો છે, જેમાં આયાતી સામાન પર 850 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્રએ આઇજીએસટીથી સીજીએસટીને રૂ.36,669 કરોડ અને એસજીએસટીને નિયમિત પતાવટ પેટે રૂ.31,094 કરોડની ફાળવણી કરી છે. ડિસેમ્બર 2022 માં નિયમિત સમાધાન પછી, કેન્દ્ર અને રાજ્યોની કુલ જીએસટી આવક અનુક્રમે 63,380 કરોડ રૂપિયા અને એસજીએસટી 64,451 કરોડ રૂપિયા રહી છે.

ઓકટોબર 2022માં જીએસટી કલેકશન રૂ .15.2 લાખ કરોડ હતું, સપ્ટેમ્બરમાં ગ્રોસ જીએસટી કલેકશન રૂ. 147686 કરોડ હતું, ઓગસ્ટમાં રૂ. 1.43 લાખ કરોડ, જુલાઇમાં 1.48 લાખ કરોડ, જુનમાં 1.44 લાખ કરોડ અને એપ્રિલમાં 1.40 લાખ કરોડ રહ્યું હતું.

મંત્રાલયે થોડા મહિના અગાઉ કહ્યું હતું કે, જીએસટી કાઉન્સીલ માટે આ નિર્ણયની અસર સ્પષ્ટ દેકિ રહી છે. જીએસટી કાઉન્સીલે છેલ્લા કેટલાક મહિનાઓમાં વધુ સારા પાલન માટે અનેક પગલાં લીધા છે. ડિસેમ્બરમાં પણ સેન્ટ્રલ બેન્કે 35 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189