ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું- વિશ્વ સમક્ષ ભારતની કળા, શિલ્પ, નૃત્ય, ફેશન કરીશું પ્રસ્તુત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-10 13:54:40
  • Views : 83
  • Modified Date : 2025-06-10 13:54:40

આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં NMCC ( નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ) દ્વારા ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશ વિદેશથી જાણીતી હસ્તીઓ 'ઈન્ડિયા વીકેન્ડ' કાર્યક્રમમાં પહોંચશે. જે પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ખાસ વીડિયો સંદેશ પાઠવ્યો છે. 

નીતા અંબાણીએ શેર કર્યો ખાસ સંદેશો

નીતા અંબાણીએ કહ્યું કે ત્રણ દિવસનો આ કાર્યક્રમ ભારતીય વારસાનો ઉત્સવ છે, જે ભારતનો આત્મા અને તેની મહિમા ઉજાગર કરશે. આપણી સંસ્કૃતિ, કળા, શિલ્પ, ગીત, નૃત્ય, ફેશન અને ભોજન વિશ્વ સમક્ષ પર પ્રસ્તુત કરીશું. આ અમારી પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રસ્તુતિ છે, જેના માટે ન્યૂયોર્ક શહેરથી સારી જગ્યા હોઈ શકે નહીં. હું આપ સૌને આ અવિસ્મરણીય અનુભવ માટે હાર્દિક આમંત્રણ આપું છું.

 

શું છે આ ઈન્ડિયા વીકેન્ડ

વીકેન્ડની શરૂઆતમાં ડેવિડ એચ. કોચ થિયેટરમાં ભારતના સૌથી મોટા ડ્રામા મેકિંગ 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન'નું યુ. એસ. પ્રીમિયર કરવામાં આવશે. 100થી વધુ કલાકારો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા વસ્ત્રો પહેરશે. સંગીતમાં અજય-અતુલ, કોરિયોગ્રાફીમાં મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ જેવા કલાકારો સામેલ હશે. 

ઉદ્ઘાટનની રાત્રે આમંત્રિત લોકો માટે રેડ-કાર્પેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રેડ કાર્પેટ પર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર 'સ્વદેશ ફેશન શો' પણ કરવામાં આવશે. સાથે જ જાણીતા શેફ વિકાસ ખન્ના હાથે તૈયાર કરાયેલા વ્યંજનોની મદદથી પ્રાચીનથી આધુનિક ભારતની યાત્રા રજૂ કરશે. 

13 સપ્ટેમ્બરે પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગરબા અને દાંડિયા રાસનું વિશેષ આયોજન કરવામાં આવશે. છેલ્લા દિવસે સિતાર વાદક રિષભ શર્મા શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરશે. 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઈન્ડિયા વીકેન્ડ' કાર્યક્રમનું સમાપન ફૂલોની હોળી સાથે કરાશે.

 

Download Our B K News Today App



Related News