RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-05 12:18:54
  • Views : 78
  • Modified Date : 2025-06-05 12:18:54

- ક્રૂડના નીચા ભાવ અને FPI પ્રવાહનો ટેકો છતાં, રૂપિયો ૮૫-૮૬ની રેન્જમાં રહેશે : ચાલુ નાણાકીય વર્ષમાં દરમાં કુલ ૧૦૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થશે

- વૈશ્વિક અવરોધો અને ભૂ-રાજકીય તણાવની રૂપિયા પર અસર જોવાશે

અમદાવાદ : શુક્રવારે યોજાનારી નાણાકીય નીતિ સમીક્ષામાં દર ઘટાડાની અપેક્ષાને કારણે નજીકના સમયગાળામાં રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દર ઘટાડાથી ચલણ પર ભાર પડવાની ધારણા છે. મે મહિનામાં, પાછલા બે મહિના દરમિયાન મૂલ્યમાં વધારો થયા પછી રૂપિયો ૧.૩% ઘટયો હતો તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

અર્થશાસ્ત્રીઓ માને છે કે નજીકના ગાળામાં રૂપિયો કેટલાક સમય સુધી દબાણ હેઠળ રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ જેવા વૈશ્વિક અવરોધો ફરી ઉભરી આવ્યા છે, જેના કારણે ડોલર અને જાપાનીઝ યેન માટે સલામત-સ્વર્ગ માંગ ફરી ઉભી થઈ છે. રૂપિયો ૮૫-૮૬ની રેન્જમાં વેપાર કરે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે મે મહિનામાં ક્રૂડના નીચા ભાવ અને ૩.૬૪ બિલિયન ડોલરના વિદેશી પોર્ટફોલિયો ઇનફ્લોએ રૂપિયાને ટેકો આપ્યો છે.

આ અઠવાડિયે લાઇન અપ કરાયેલા મુખ્ય ડેટા, ડોલરની અસ્થિરતામાં વધારો અને શુક્રવારે રિઝર્વ બેંકની નીતિ જ્યાં દર ઘટાડાની અપેક્ષાઓ ઊંચી છે તે રૂપિયાને દબાણ હેઠળ રાખશે. અપેક્ષિત ટ્રેડિંગ રેન્જ ૮૫.૨૫ અને ૮૫.૮૫ની વચ્ચે જોવા મળી રહી છે.

મોટાભાગના નિષ્ણાંતો માને છે કે ૨૫ bpsનો દર ઘટાડો પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૧૦૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાની અપેક્ષા છે. જો કે, કેટલાક માને છે કે કાપ વધુ હોઈ શકે છે. સ્ટેટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે જૂન માસમાં નીતિમાં ૫૦-bps દર ઘટાડાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે જમ્બો દર ઘટાડો અનિશ્ચિતતાના પ્રતિસંતુલન તરીકે કાર્ય કરી શકે છે.

 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239