ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો કડાકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-18 13:54:08
  • Views : 40
  • Modified Date : 2026-01-18 13:54:08

ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં શાંગહાઈ એક્સચેન્જમાં ચાંદીના ભાવે વાયદાના ભાવ ઉછળી ઔંસના ૧૦૦ ડોલર ઉપર જઈ ૧૦૫થી ૧૦૬ ડોલર બોલાઈ રહ્યા હતા. ત્યાં ઉંચામાં ભાવ ૨૩૭૧૦ યુઆન (ચીનની કરન્સી) થતાં ડોલરના રૂપાંતરમમાં ભાવ ૧૦૫થી ૧૦૬ ડોલર ગણાઈ રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટી ગયા હતા. અમદાવાદમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.,૧૪૬૩૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૭૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના .૧૪૧૧૫૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૭૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૨૮૧૭૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ ભાવથી ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૧૦થી ૪૬૧૧ ડોલર વાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૪૫૯૬થી ૪૫૯૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૦.૬૭થી ૯૦.૬૮ વાળા ઘટી ૯૦.૧૨થી ૯૦.૧૩ ડોલર છેલ્લે રહ્યા હતા.

ચીનમાં ચાંદીમાં સોલાર તથા ઈલેક્ટ્રીક વેહિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની તેમ રોકાણકારોની પણ માગ વધતાં ત્યાંંના  બજારોમાં ચાંદીના ભાવ વૈશ્વિક ભાવ કરતાં આશરે ૧૦ ડોલર પ્રીમિયમમાં રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ચાંદીમાં સપ્લાય ડેફીસીટ છેક ૨૦૧૮થી શરૂ થઈ હતી અને હજી વર્ષે પણ આવી સપ્લાય શોર્ટેજ ચાલુ રહેશે એવા સંકેતો મળી રહ્યા હતા.


 


Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 175

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 165

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 213