ગિનેસ બુકમાં વિક્રમ નોંધાવવા સૌથી મોટું ચિત્ર દોર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 16:42:39
  • Views : 592
  • Modified Date : 2019-11-24 16:42:39

સ્કોટલેન્ડનાં ૩૬ વર્ષનાં જાણીતા ચિત્રકાર જોહાના બાસફોર્ડે ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે લગભગ ૧૨ કલાક સુધી પેઇન્ટિંગ કરીને ફૂલોનું ૪૫૨૦ ચોરસ ફુટનું બ્લેક એન્ડ વાઇટ ચિત્ર તૈયાર કર્યું છે. જેમાં પુખ્તવયના લોકો માટેની કલરિંગ બુકસમાં ફૂલોનાં ચિત્રો માટે જાણીતાં જોહાના બાસફોર્ડે તેમની જૂની સ્કૂલના જિમ્નેશ્યમમાં મસમોટા કદનું પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. જેમાં વ્યકિતગત રીતે સૌથી મોટા કદના ચિત્રના અગાઉનો અમનસિંદ્ય ગુલાટીનો વિક્રમ તોડીને જોહાનાએ નવો વિક્રમ સ્થાપ્યો હોવાનું ગિનેસ બુકના નિર્ણાયકોએ ૪૫૨૦ ચોરસ ફુટનું ડ્રોઇંગ તપાસીને જાહેર કર્યું હતું.

Download Our B K News Today App



Related News