ગુલામ નબી કોંગ્રેસમાંથી 'આઝાદ': રાજીનામું આપી રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-26 13:07:29
  • Views : 360
  • Modified Date : 2022-08-26 13:07:29



કોંગ્રેસને સૌથી મોટો ઝટકો પડ્યો, પાર્ટીના દિગ્ગજ નેતા ગુલાબનબી આઝાદે પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું છે.


નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ગાંધી પરિવાર સામે એક નારાજ નેતાઓનું જૂથ ચાલી રહ્યું છે જેને G-23 જૂથ કહેવામાં આવી રહ્યું હતું. જૂથમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા નેતાઓ સામેલ હતા અને તેમાંય ગુલામ નબી આઝાદ બધા નેતાઓના લીડર માનવામાં આવતા હતા.


નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર અધ્યક્ષ પદને લઈને ચૂંટણીને લઈને ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે અને હાલમાં ગાંધી પરિવાર સિવાય અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવાને લઈને ચર્ચાઓ તેજ બની છે ત્યારે ચૂંટણી પહેલા આઝાદના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.


કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા સમયથી ફરીથી પાર્ટીને ઊભી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે સંગઠનમાં કામ કરવામાં આવી રહ્યું છે, જોકે પાર્ટીના સિનિયર નેતાએ એવો નિર્ણય કર્યો છે જેનાથી પાર્ટીની અંદર ફરીથી વિવાદ ઊભો થયો છે.  


મંગળવારે જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા અને ગુલામ નબી આઝાદને અભિયાન  સમિતિના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા, જોકે નિયુક્તિના અમુક કલાકમાં ગુલામ નબી આઝાદે રાજીનામું આપી દીધું. 


કોંગ્રેસ નેતા અશ્વિની હાંડાએ ANI સાથે વાતચીતમાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં જમીનના કાર્યકરોને ગણકારવામાં આવતા નથી અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો કે જેના કારણે ગુલામ નબીએ રાજીનામું આપ્યું છે, તેઓ ઘણા સમયથી અસંતુષ્ટ હતા. 


નોંધનીય છે કે સોનિયા ગાંધીએ કમિટી અધ્યક્ષ પદેથી ગુલામ નબીનું રાજીનામું સ્વીકારી લીધું છે અને વિકાસ રસૂલ વાનીને નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. 


Download Our B K News Today App



Related News