ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી: પાંચ વર્ષના સંબંધમાં આ કારણોસર આવી તિરાડ, સોશ્યલ મીડિયા પરથી પોસ્ટ્સ હટાવી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-10 17:49:05
- Views : 606
- Modified Date : 2023-03-11 12:42:26
ગુજરાતભરમાં 'ચાર-ચાર બંગડીવાળી' ગીતથી ફેમસ થયેલ કિંજલ દવેની સગાઇને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે.
એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.
હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજમાં જ્યારે લગ્ન તૂટે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.
તમને જણાવી દઇએ કે, કિંજલ દવે કે જેનો જન્મ 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી. આ કિંજલ દવેની લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે સગાઇ કરવામાં આવી હતી. જે હવે તૂટી જતા આ સમાચાર ચારે બાજુ વાયવેગે પ્રસરી ગયા છે. વધુમાં સગાઇ તૂટી જતા કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કિંજલ દવેની જેની સાથે સગાઇ કરવામાં આવી
હતી તે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પવન જોષી મૂળ પાટણ જિલ્લાના
સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો
ખૂબ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન પણ જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને
કિંજલ દવેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.
જે-તે સમયે વીડિયો શેર કરતા પવને કેપ્શનમાં લખ્યું હતું કે "અને હું તને જ પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, રિયાલિટીના કોઈ પણ વર્ઝનમાં હું તને જ શોધીશ અને તને જ પસંદ કરીશ." @thekinjaldave ️પ્રેમ અને મસ્તી સાથે પાંચમાં વર્ષમાં પ્રવેશ #4yearsoftogetherness હેપ્પી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ.' આ સાથે પવને એક હાર્ટવાળું ઈમોજી અને કેમરાવાળું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું. ત્યારે કહી શકાય કે ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે કિંજલ દવે પણ ખૂબ ખુશ હતી. પરંતુ આ રીતે એકાએક બંનેની સગાઇ તૂટી જતા કિંજલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.
કિંજલ દવે ગયા વર્ષે પવન જોષી તથા સિંગર ફ્રેન્ડ ઉર્વશી રાદડિયા (Urvashi Radadiya) અને અન્ય કેટલાક મિત્રો સાથે દુબઇ પણ ફરવા ગયેલી. એ સમયે કિંજલ દવેએ દુબઈની તસવીર પણ શેર કરી હતી. જેમાં સફેદ શર્ટ અને ડેનિમ તથા ગોગલ્સ પહેરીને કિંજલે શેર કરેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, 'તમારી કહાની જાતે લખો. આ મારો ટેસ્ટ છે'.
કિંજલ દવેના પિતા કે જેમનું નામ છે લલિતભાઇ દવે. જેઓ હીરા ઘસવાની સાથે-સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવે છે. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. ત્યાર બાદ કિંજલ દવેનો સિતારો સતત ચમકતો રહ્યો. કિંજલ દવે જ્યારે પણ કોઈ પ્રોગ્રામ કરવા જાય ત્યારે તેની એન્ટ્રી હંમેશા જબરદસ્ત રહેતી હોય છે. તેની એન્ટ્રી હંમેશા ઓડી, મર્સિડીઝ કે BMW જેવી લક્ઝુરીયસ કારમાં જ થતી હોય છે. તેની પાસે હાલમાં પોતાની એક ઈનોવા કાર છે.
Related News
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 70
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 357
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 83
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 79
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 184
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 139
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 135
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 84
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 152
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 188
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 187
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 186
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 169
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 219
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 516
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 81
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 73
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 70
અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:57 pm
- 84
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 350
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 391
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 379
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 317
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 71
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 75
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 97
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 74
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 66
બોક્સ ઓફિસ પર 'છાવા'નું તોફાન, ફિલ્મે 23 દિવસમાં કરી રેકોર્ડ બ્રેક...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 2:49 pm
- 69
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 77
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 71
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 77
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 71
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 115
ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2025, 5:17 pm
- 74
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 86
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 326
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ...
- by B.K.NEWS DAINIK
- July 10, 2024, 5:07 pm
- 121
આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી...
- by B.K.NEWS DAINIK
- July 3, 2024, 2:03 pm
- 103
ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેક્ચર! ફેન્સ થયા ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 11:42 am
- 175
સોસિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 10:32 am
- 139
વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાન, હીરામંડી ટ્રેલર થયું...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:49 pm
- 209
સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' હીરામંડી’ના...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:03 pm
- 428
ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર...
- by B.K.NEWS DAINIK
- March 29, 2024, 1:28 pm
- 414
કંગુઆ ફિલ્મનું ટિઝર જોઈને ફ્રેન્ડ્સ થયા...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:17 pm
- 421
એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક શેર...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:00 pm
- 233
સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાના કિસ્સાએ YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા એલ્વિશ...
- by B.K.NEWS DAINIK
- March 19, 2024, 1:25 pm
- 440
‘હનુમાન’ ફિલ્મ આવતી કાલે OTT પર રીલીઝ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:12 pm
- 594
બોલિવૂડની અભિનેત્રી આલિયાએ મનાવ્યો 31મો જન્મ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:05 pm
- 130



