અમદાવાદમાં ઝડપાયા દાઉદના ચાર સાગરીતો, 1993 મુંબઈ બ્લાસ્ટમાં હતા વૉન્ટેડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 12:48:23
  • Views : 327
  • Modified Date : 2022-05-17 12:48:23

 

ગુજરાત ATSને મળી વધુ એક સફળતા

દાઉદની નજીકના 4 સાગરીતોની કરાઇ ધરપકડ

1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા

 

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે. ATSએ અમદાવાદમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા. તેઓ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતાં. ATSએ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ કરી છે.

 

તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા

વધુમાં જણાવી દઇએ કે, એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા. આ લોકોના પાસપોર્ટ પર નામ-સરનામાથી લઇને બધું જ નકલી હતુ. આ લોકોની પહેલાં ખરાઇ કરવામાં આવી. જ્યાર બાદ જાણ થઇ કે આ લોકો 1993 બ્લાસ્ટના આરોપીઓ જ છે. 12 માર્ચ

 

1993 ના રોજ મુંબઇ થયો હતો બોમ્બ બ્લાસ્ટ

ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ 1993 ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વર્ષ 1993 અને તારીખ 12 માર્ચના રોજ મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ હલબલી ઉઠ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

 

Download Our B K News Today App



Related News