બિહારમાં ભ્રષ્ટાચારીઓ બેફામ: ડ્રગ્સ ઈંસ્પેક્ટરના ઘરમાં મળી અધધધ કાળી કમાણી, નોટોનો મળી આવ્યો ઢગલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 12:08:59
  • Views : 275
  • Modified Date : 2022-06-26 12:08:59

 

બિહારમાંથી ભ્રષ્ટાચારનો મોટો ભાંડાફોડ

ડ્રગ્સ ઈંસ્પેક્ટરના ઘરમાંથી મળ્યો નોટોનો ઢગલો

રૂપિયામાં ગણવામા અધિકારીઓે પણ થાકી ગયાં

 

બિહારની રાજધાની પટનામાં ભ્રષ્ટાચારનો એક મોટો ભાંડાફોડ થયો છે. જેમાં એક ડ્રગ્સ ઈંસ્પેક્ટરના ઘરમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. આવકથી વધારે સંપત્તિના કેસમાં ડ્રગ્સ ઈંસ્પેક્ટરના સુલતાનગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઘર પર વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. પટના સિટીના સુલતાનગંજ પોલીસ સ્ટેશનના ખાન મિર્જા વિસ્તારમાં વિભાગની ટીમે આવકથી વધારે સંપત્તિના કેસમાં ડ્રગ્સ ઈંસ્પેક્ટર જિતેન્દ્ર કુમારના નિવાસ પર દરોડા પાડ્યા હતા. તેમના ઘરમાંથી ભારે માત્રામાં રોકડ, કરોડોના દસ્તાવેજ, સોના ચાંદીના ઘરેણાં, ચાર લક્ઝૂરી કાર સહિત કેટલાય મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. 

 

ડીએસપી મોનિટરીંગ વિભાગ સુરેન્દ્ર કુમાર મૌઆર, મોનિટરીંગ વિભાગની ટીમે પટનાના ગોલા રોડ, પટના સિટીના સુલ્તાનગંજ અને જહાનાબાદ સહિત ચાર ઠેકાણા પર દરો઼ડા પાડ્યા હતા. ટીમે કરોડ રૂપિયાના ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરવાનો ખુલાસો કર્યો હતો. તો વળી ટીમના અધિકારીઓનું કહેવુ છે કે, ચાર ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જપ્ત સામાનનું વિવરણ થઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીના એક ઘરમાંથી 3 કરોડ રૂપિયાનું કેસ જપ્ત કરવામાં આવ્યું છે. 

આપને જણાવી દઈએ કે આવી રીતે કંઈ પ્રથમ કિસ્સો નથી, અગાઉ ઓડિશામાં મોટર વાહન વિભાગના એક સહાયક ઉપ નિરીક્ષકને ત્યાંથી 2.24 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ રાખવાના કેસમાં અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી હતી. ઝારસુગુડામાં મોટર વાહન વિભાગના એએસઆઈ હરેકૃષ્ણ નાયક પાસેથી ગેરકાયદેસર સંપત્તિ મળી આવી હતી, તેમના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. 

Download Our B K News Today App



Related News