ચિંતાજનક / રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે કોરોના, આજે ફરી નોંધાયા 12 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 11:27:44
  • Views : 300
  • Modified Date : 2022-06-17 11:27:44

 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા 

છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત

ગઈકાલે મહારાષ્ટ્રમાં સૌથી 4,255 કેસ નોધાયા 

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે. જે ગઇકાલ કરતા 5.2  ટકા વધારે છે. જેમાં સૌથી વધુ કેસો  4255 સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે. આ પછી  કેરળમાં 3,419, દિલ્હીમાં 1,323, કર્ણાટકમાં 833 અને હરિયાણામાં 625 કેસ નોંધાયા છે  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નોંધાયા  છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 63,000ને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 63,063 છે.

 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોધાય છે 

જે દેશમાં નોંધાયેલા કુલ કેસના 81.37 ટકા એકલા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં જ 33.12 ટકા કેસ  નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા વધીને 5,24,817 થઈ ગઈ છે.  

 

હવે રિકવરીનો રેટ 98.64 ટકા
  
રિકવરી 
રેટની વાત કરીએ તો ભારતનો રિકવરી રેટ હવે 98.64 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 7,985 દર્દીઓ સાજા થયા  છે, જેને પગલે દેશભરમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,26,82,697 થઈ ગઈ છે

 

છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 4848નો વધારો થયો 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 15,27,365 લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા વધીને 1,95,84,03,471 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 5,19,903 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ભારતમાં ગઈકાલે કોરોનાના 12,213 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા.જ્યારે  કુલ 7,624 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે.

દિલ્હીમાં એક દિવસમાં 1300થી વધુ કોવિડ કેસ  

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા હતા જ્યારે બે લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સતત ત્રીજી વખત કોરોનાના કેસોની સંખ્યા 1000 થી વધુ હતી. દિલ્હીમાં ગઈકાલે કોરોનાના 1375 કેસ  નોંધાયા હતા. જ્યારે પોઝિટિવિટી રેટ 6.69 ટકા હતો. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19,776 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગત રોજ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1016 છે. હાલમાં દિલ્હીમાં 3948 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

 

Download Our B K News Today App



Related News