રહકીમ કોર્નવાલે ટી-૨૦માં ડબલ સેન્ચુરી મારીને તમામ રેકોર્ડ તોડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 14:30:10
  • Views : 347
  • Modified Date : 2022-10-07 14:30:10


    વેસ્ટ ઇન્ડિઝના ૧૪૦ કિલોગ્રામના ખેલાડી રહકીમ કોર્નવાલે ટી-૨૦માં તોફાની બેટિંગ કરી હતી અને તમામના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. જેને ડબલ સેન્ચુરી ફટકારી હતી, જેમાં ૨૨ સીકસર અને ૧૭ બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે.વેસ્ટ ઇન્ડિઝ માટે રહકીમ કોર્નવાલે ૨૦૧૯માં ભારતની સામે ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો, જે સયમે તેની રમત કરતાં તેના વજનની ચર્ચા વધુ થઇ હતી. કોર્નવાલનું વજન ૧૪૦ કિલોગ્રામ છે અને ૬ ફુટ ૬ ઇંચની ઉંચાઇ ધરાવે છે. જેને વેસ્ટ ઇન્ડિઝમાં માત્ર ટેસ્ટ ક્રિકેટ રમવાનો મોકો મળ્યો હતો. પરંતુ વેસ્ટઇન્ડિઝની ટી ૨૦ લીગ અને ઘરેલું ક્રિકેટમાં રમતા નજર આવ્યા છે. જેને ટી-૨૦માં ડબલ સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ સર્જી દીધો છે.અમેરિકાના અટલાન્ટામાં અટલાન્ટા ઓપન ટી-૨૦ લીગ ચાલી રહી છે. જે લીગમાં એટલાન્ટા ફાયર અને સ્કવાર ડ્રાઇવ ટીમ વચ્ચે ગઇકાલે મુકાબલો થયો હતો. જેમાં એટલાન્ટા ફાયર માટે રમી રહેલા રહકીમ કોર્નવાલે ડબલ સેન્ચુરી મારી હતી. સલામી બેટિંગ કરવા માટે કોર્નવાલે ૭૭ બોલમાં ૨૦૫ રન ફટકાર્યા હતા.આ રમત દરમ્યાન ૧૭ બાઉન્ડ્રી અને ૨૨ સીકસરનો સમાવેશ થાય છે. જેને તેની રમત દરમ્યાન છેલ્લા બોલમાં સીકસર મારીને પુરો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્નવાલે ૪૩ બોલમાં સેન્ચુરી મારી દીધી હતી.એટલાન્ટા ફાયરે પ્રથમ બેટિંગ લેવાનો ર્નિણય કર્યો હતો, જેમાં એક વિકેટના નુકશાને ૨૦ ઓવરમાં ૩૨૬ રન ફટકાર્યા હતા. રહકીમ કોર્નવાલની સાથે સ્ટીવન ટેલરે ૧૮ બોલમાં ૫ સીકસર અને ૫ બાઉન્ડ્રી સાથે ૫૩ રન, તથા અસલમે ૨૯ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા. જ્યારે સામા છેડે સ્કવાયર ડ્રાઇવે ૨૦ ઓવરમાં ૧૫૪ રનમાં આઠ વિકેટ ગુમાવી હતી. જે આ ટી-૨૦ની મેચમાં હાર્યા હતા. અત્રે નોંધનીય છે કે, રહકીમે દાવો કર્યો હતો કે, તેઓ ૩૬૦ ડીગ્રી ખેલાડી છે. જેઓ હીટીંગની પ્રેકટીસ કરતા નથી, પણ તે કુદરતી રૂપે છે. જેઓએ અત્યાર સુધીમાં ૬૬ ટી-૨૦ મેચ રમ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૪૭.૪૯નો રહ્યો છે. રહકીમે અત્યાર સુધીમાં કુલ ૧૧૪૬ રન બનાવ્યા છે.

Download Our B K News Today App



Related News