કોંગ્રેસના દાવાનું સૂરસુરિયું, CAG રિપોર્ટ પ્રમાણે રાફેલ ડીલ UPAથી સસ્તી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 12:04:35
  • Views : 554
  • Modified Date : 2019-02-13 12:04:35

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાફેલ પર વિવાદ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે સંસદના બજેટ સત્રના અંતિમ દિવસે મોદી સરકારે રાજ્યસભામાં રાફેલ ડીલ પર CAG રિપોર્ટ રજૂ કરી દીધો છે.  સરકારે લોકસભા પહેલા રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો છે. રાજ્યસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 126 રાફેલ પ્લેનના સોદાની તુલનામાં 36 પ્લેનના સોદામાં ભારતે 17.8 ટકા રકમ બચાવી.

CAG રિપોર્ટ અપડેટ્સ

- રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે 2016માં કોઈ કારણ વગર ઈન્ડિયા સ્પેસિફિકેશન એન્હાસમેન્ટ કરવામાં આવ્યું હતું.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાફેલ ડીલ 2016માં થઈ હતી. તે 2007માં થયેલી ડીલની તુલનામાં 2.8 ટકા સસ્તી હતી. સરકાર આ મામલે 9 ટકા સસ્તી ડીલનો જે દાવો કરી રહી છે તે ખોટો છે.

Download Our B K News Today App



Related News