વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની પહેલી યાદીમાં 51 ઉમેદવારના નામ, અશોક ચૌહાણ બોકરથી લડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 17:17:36
  • Views : 502
  • Modified Date : 2019-10-05 17:17:36

  • અમિત દેશમુખ લાતૂર સિટી અને વિશ્વજીત પાટંગરાવ પાલુસ કાટેગાંવથી ચૂંટણી લડશે
  • દિલ્હીમાં ભાજપની અગત્યની બેઠક, મહારાષ્ટ્ર અને હરિયાણાના ઉમેદવારો પર નિર્ણય સંભ

નવી દિલ્હી: કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અશોક ચૌહાણ બોકરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. અમિત દેશમુખ લાતૂર સિટી અને વિશ્વજીત પાટંગરાવ પાલુસ કાટેગાંવથી ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપની દિલ્હીમાં એક અગત્યની બેઠક ચાલુ છે. ત્યારબાદ પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.ભાજપ-કોંગ્રેસે પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી


કોંગ્રેસ અને ભાજપે અલગ અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ખાલી સીટો પર થનારી ચૂંટણી માટે રવિવારે તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે બિહારની લોકસભા સીટ સહિત વિધાનસભાની ચાર સીટો માટે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બીજી તરફ ભાજપે દેશભરની 32 વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નાના ભાઇ રામચંદ્ર પાસવાનના નિધન બાદ ખાલી પડેલી બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પર ડો. અશોક કુમારને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ બિહારમાં એક, રાજસ્થાનમાં બે અને ઉત્તરપ્રદેશની એક સીટ પર થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારના નામોની જાહેરાત કરી છે.

ભાજપે અલગ અલગ રાજ્યોમાં પેટાચૂંટણી માટે 32 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બિહાર, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની 1-1 સીટ પર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને સિક્કિમની 2-2 સીટ પર, અસમની 4, કેરળની 5 અને ઉત્તરપ્રદેશી 9 સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે. ડો. જાવેદના સાંસદ બન્યા બાદ બિહારની કિશનગંજ સીટ ખાલી પડી હતી. 

Download Our B K News Today App



Related News